નવીદિલ્હી,
રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા (સીજેઆઈ) દિપક મિશ્રાને દૂર કરવા માટેની કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોની નોટિસને આજે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આમાં કોઇપણ પ્રકારની મેરિટ દેખાઈ રહી નથી. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ૨૨ કારણો આપીને વિપક્ષની દરખાસ્તને ફગાવી દીધી હતી. વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દેતા કોંગ્રેસ પાર્ટીમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાના ૧૦ પાનાના આદેશમાં વિપક્ષના તમામ આરોપોને નિરાધાર ગણાવીને ૨૨ કારણ આપીને વિપક્ષના પ્રસ્તાવને ફગાવી દેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ચીફ જસ્ટિસની સામે મહાભિયોગની મંજુરી આપી શકે નહીં. વેંકૈયા નાયડુએ પોતાના આદેશમાં અનેક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નોટિસ ઉપર ૬૪ સભ્યોના હસ્તાક્ષર છે. આના માટે જજ ઇન્કવાયરી એક્ટની કલમ ૩(૧) હેઠળ વિચારણા કરવાની જરૂર હતી. અત્રે નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ જજ પર મુકવામાં આવેલા કોઇપણ પ્રકારના આરોપોની તપાસ કરવામાં આવે છે. વિપક્ષે પુરતી સંખ્યામાં સભ્યોની સાથે મહાભિયોગની નોટિસ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને આપી હતી જેથી નાયડુએ આના માટે તમામ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસ્તાવ સીધીરીતે ચીફ જસ્ટિસની સામે હતો જેથી આ મામલામાં તમની પાસેથી કોઇપણ પ્રકારની કાયદાકીય માહિતી મેળવી શકાય તેમ ન હતી. નાયડુએ ઉમેર્યું હતું કે, તેઓએ આ સંદર્ભમાં કાયદાઓના નિષ્ણાતો, બંધારણીય નિષ્ણાતો અને રાજ્યસભા તથા લોકસભાના પૂર્વ મહાસચિવો સાથે વાતચીત કરી હતી. પૂર્વ લો અધિકારીઓ, લો કમિશનના સભ્યો અને જાણિતા નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંધારણના પ્રસ્તાવો અને જજાને દૂર કરવાના અભ્યાસમાં ધ્યાન આપ્યું હતું. સમગ્ર તપાસ કરવામાં આવ્યા બાદ તેઓ આ બાબત ઉપર સહમત થયા છે કે, આ નોટિસ યોગ્ય દેખાતી નથી. સાંસદોએ પોતાના પ્રસ્તાવમાં કેટલીક વ્યાજબી બાબતો દેખાઈ છે પરંતુ આન સાથે પુરાવા જાડાયેલા નથી. નોટિસને ફગાવતા નાયડુએ પત્રકાર પરિષદમાં અનેક મુદ્દા પર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સંસદીય પરંપરાનો ભંગ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના ધારાધોરણોનો ભંગ પણ કરવામાં આવ્યો છે. વેંકૈયાએ અન્ય તર્કદાર દલીલો પણ કરી હતી.
નાયડુના કહેવા મુજબ નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ તેઓ એવા તારણ ઉપર પહોંચ્યા છે કે, આ પ્રસ્તાવને કોઇ કિંમતે સ્વીકાર કરી શકાય નહીં. રોસ્ટર વહેંચણી પણ સુપ્રીમ કોર્ટને ચીફ જસ્ટિસના અધિકાર આપે છે અને તેઓ માસ્ટર ઓફ રોસ્ટર હોય છે. હાલમાં કામિની જયસ્વાલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડીયાના મામલામાં ૧૪મી નવેમ્બર ૨૦૧૭ના દિવસે ૫ જજની પીઠે ટિપ્પણી કરી હતી કે, ચીફ જસ્ટિસ ફર્સ્ટ અમન ઇક્વલ છે. અત્રે નોંધનીય છે કે, શુક્રવારના દિવસે સાત રાજકીય પક્ષોની સાથે જાડાયેલા ૬૪ સંસદ સભ્યોએ દિપક મિશ્રાને દૂર કરવાને લઇને નોટિસ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદથી આને લઇને વિખવાદની સ્થિતિ સર્જાઈ હતી. આજે વેંકૈયા નાયડુએ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષની આ નોટિસને ફગાવી દીધી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"