કોહલી રન મશીન છે, તેના જેવું બનવું સહેલું નથી : હરભજન

0
12

ન્યુ દિલ્હી,તા.૨૬
હરભજન સિંહે આશરે ૨૦૫ ઇનિંગ્સમાં ૧૦ હજાર વનડે રન પૂરા કરવા પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે દીલ ખોલીને વખાણ કર્યા છે. કોહલીએ બુધવારે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ તેની વનડે કરિયરની ૩૭મી સેન્ચુરી લગાવીને સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦ હજાર વનડે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
કોહલીએ ૧૫૭ રનની ઇનિગ્સ રમીને જેની મદદથી ભારતે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી મેચમાં ૬ વિકેટ પર ૩૨૧ રનોનો સ્કોર ઉભો કર્યો. જવાબમાં વેસ્ટ ઇનિડીઝે શાઇ હોપના નોટ આઉટ ૧૨૩ અને શેમરોન હેટમાયરના ૯૪ રનના કારણે ૫૦ ઓવરમાં સાત વિકેટ પર ૩૨૧ રન બનાવીને મેચ થઇ હતી.
ગુવાહટી વનડે જીતીને ભારત સીરીજમાં ૧-૦થી આગળ ચાલી રહ્યા છે. હરભજન સિંહે જણાવ્યું કે વિરાટ આ પરિણામથી ખૂબ ખુશ હશે. મેચ ક્્યાંય પણ જઇ શકતી હતી. વેસ્ટ ઇન્ડીઝ પણ આ પરિણામથી સંતુષ્ટ હશે. જા તે હારી જતા તો પરિણામ ખૂબ પરેશાન કરનારું હોત. પરંતુ આ એક સારી મેચ હતી.
કોહલી અંગે બોલતા તેને કહ્યું કે કોહલીને મારી સલામ. કોહલીને જ્યારે પણ મેદાનમાં એક આશા સાથે ઉતરે છે. તે શાનદાર બેટ્‌સમેન છે. તે રન મશીન છે. વિરાટ કોહલી થવું સહેલું નથી. તે તેના દમ પર મેચને જીતાડી શકે છે. વધુમાં હરભજને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષમાં મે ઘણા બેટ્‌સમેન જાયા છે તેમાથી કોહલી નંબર એક છે. હું ઘણા મહાન બેટ્‌સમેન સાથે રમ્યો છું જા કોહલી તેનો પણ રેકોર્ડ તોડી દે તો સચિન તેંડુલકર માટે તેજ સમ્માન રહેશે. સચિન તેંડુલકર સૌથી મોખરે છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY