મહાદેવના દર્શન કરવા માટે મોદીની પરવાનગી જરૂરી ?

0
99

નવીદિલ્હી,તા. ૩૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાને લઇને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે. ભાજપે ચીનના રસ્તે કૈલાશ માનસરોવર જઇ રહેલા રાહુલ ઉપર પ્રહાર કરીને એકબાજુ તેમને ચાઈનીઝ ગાંધી ગણાવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ વળતા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને શિવ ભક્ત તરીકે ગણાવીને કહ્યું છે કે, મહાદેવના દર્શન માટે પણ હવે રાહુલને નરેન્દ્ર મોદીની મંજુરી લેવી પડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરજેવાલાએ કહ્યું છે કે, ભોલેશંકર અને તેમના ભક્તો વચ્ચે જે પણ આવે છે તે પાપ અને શ્રાપના ભાગીદાર બને છે. રાહુલે આજે કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ કરી હતી. ભાજપના પ્રહાર બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ વળતા આક્ષેપ કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશની પ્રગતિની કામના માટે ધાર્મિક યાત્રા ઉપર ગયા છે. શિવભક્ત રાહુલ અને ભોલેશંકરની આરાધનામાં કોઇ અન્ય આવી શકે તેમ નથી. ભાજપના લોકો કાવતરા ઘડી રહ્યા છે. દેશના ગર્વ માટે રાહુલ યાત્રા કરી રહ્યા છે.
ભાજપ દ્વારા રાહુલની ધાર્મિક યાત્રામાં પણ અડચણો ઉભી કરવામાં આવી રહી છે. મહાદેવની યાત્રા માટે પણ મોદીની મંજુરી લેવી પડશે તેવો પ્રશ્ન સુરજેવાલાએ કર્યો હતો. રાહુલે ચીનના કનેક્શનના સંદર્ભમાં સુરજેવાલાએ કહ્યું હતું કે, જા આપના મનમાં ભÂક્ત છે તો આને લઇને કોઇ પ્રશ્ન હોવા જાઇએ નહીં.

(સંપૂર્ણ સમાચાર સેવા)જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY