અસલામત સવારી : પાટણમાં બસ પલટી જતાં ત્રણ લોકોને ગંભીર ઈજા

0
57

૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ
પાટણ,તા.૩૧
ગુજરાત સરકારની એસટીની સવારી દિવસેને દિવસે જોખમી બનતી જાય છે, તેનું વધુ એક ઉદાહરણ આજે જોવા મળ્યું હતું, આજે ફરી એકવખત પાટણના સાંતલપુરમાં ST બસ પલ્ટી ખાઈ ગઈ હતા. આ ઘટનામાં ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે ૩ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દિવસેને દિવસે ગુજરાત સરકારની એસટીની સવારી જોખમી બનતી જાય છે. એસટીના ડ્રાઈવરોનું ડ્રાઈવિંગ દરરોજની વધતી ઘટનાઓથી ઘણું બધું કહી જાય છે. આજે પાટણના સાંતલપુરમાં મહેસાણા નખત્રાણા જતી ST બસ બાબરા પાસે કોઈ કારણસર પલ્ટી મારી ગઈ હતી. સદ્દનસીબે બસમાં સવાર ૩૦થી વધુ લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ ૩ લોકોની હાલક ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મહિનો એસટી માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે. આ મહિને એસટીના ઘણા અકસ્માતો સામે આવ્યા છે. થોડાક દિવસ પહેલા ગુજરાત પરિવહન નિગમની અમદાવાદથી અંબાજીની ગુર્જરનગરી એસટી બસ અંબાજી નજીક આવેલા રાણપુર પાસેથી પસાર થઇ હતી. ત્યારે રાણપુર ઘાટામાં રસ્તામાં અન્ય એક અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા ડ્રાઈવરનું ધ્યાન તે બાજુ જતા એસટી બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પાસે આવેલી ૨૦ ફૂડ ઊંડી ખીણમાં બસ ખાબકી હતી. જો કે સદ્દનસીબે આ ઘટનામાં પણ બસમાં સવાર તમામ ૪૫ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY