મહાગઠબંધનમાં કમઠાણ! માયાવતી-કોંગ્રેસની જાડી અખિલેશ માટે માથાનો દુખાવો?

0
14

ન્યુ દિલ્હી,
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એકજુથ થઈ રહેલા વિપક્ષમાં અત્યારથી જ તિરાડ પડતી નજરે પડી રહી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ઓલ ઈઝ વેલ ના હોવાના સંકેત મળી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં સમાજવાદી પાર્ટી તરફથી કોઈ જ હાજર ના રહેતા આ બાબતને વેગ મળ્યો છે.
શું સમાજવાદી પાર્ટીના રાÂષ્ટÙય અધ્યક્ષ અખિલેશ યાદવને બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી અને કોંગ્રેસ વચ્ચે વધી રહેલી મૈત્રી પસંદ નથી પડી રહી? સવાલ તો એ પણ ઉભા થઈ રહ્યાં છે કે, શું ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ગઠબંધબન અંતર્ગત બેઠકોની ફાળવણીને લઈને દબાણ હેઠળ છે.
ઉત્તર પ્રદેશની ગત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ બંનેને આ ગઠબંધન ફળ્યું ન હતું અને કારમો પરાજય વેઠવાનો વારો આવ્યો હતો. આ પરાજય માટે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને જવાબદાર માને છે. માટે આ વખતે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને ખાસ મહત્વ આપવાના મૂડમાં નથી.
બીજી બાજુ પેટાચૂંટણીમાં મળેલા વિજયને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટી કોઈ પણ સંજાગોમાં બસપાનો હાથ છોડવા નથી માંગતી. અખિલેશ યાદવ તો બેઠકોમાં પણ બાંધછોડ કરવા તૈયાર થઈ ગયાં છે.
બુધવારે જ અખિલેશ યાદવે ગાઈ વગાડીને જાહેરાત કરી હતી કે, સમાજવાદી પાર્ટી રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં શામેલ થશે, પરંતુ સાંજ પડતા પડતાં પવન બદલાયો અને સમાજવાદીએ કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પોતાનો કોઈ જ પ્રતિનિધિ ના મોકલ્યો. સામાન્ય રીતે રામગોપાલ યાદવ આ પ્રકારના આયોજનમાં શામેલ થતાં હોય છે, પરંતુ રાહુલ ગાંધીની ઈફ્તારમાં તેઓ પણ નજરે પડ્યાં ન હતાં.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY