પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પહેલીવાર હિંદીમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ કરાવી

0
67

ચંડીગઢ,તા.૩૦
હિંદીમાં ઉચ્ચ અદાલતોનો ચુકાદો ઈચ્છનારાઓ માટે સારા સમાચાર છે. હવે તેમણે અંગ્રેજી ભાષામાં લખેલા ચુકાદા પર નિર્ભર રહેવું પડશે નહીં. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ એમ. એમ. એસ. બેદી અને જસ્ટિસ હરિપાલ વર્માએ પહેલીવાર હિંદીમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ કરાવી તેનો રસ્તો સાફ કરી દેવામાં આવ્યો છે. એડવોકેટ મનીષ વશિષ્ઠની માગણી પર બંને ન્યાયાધીશોની ખંડપીઠે પોતાનો ચુકાદો હિંદીમાં ઉપલબ્ધ કરાવ્યો છે.
અંગ્રેજીમાં તેમના ૬૭ પૃષ્ઠોના આદેશનો હિંદી અનુવાદ ૧૧૪ પૃષ્ઠો હસ્તલિખિત સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવ્યા છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લગભગ તમામ કામ અંગ્રેજીમાં કરવામાં આવે છે. ચર્ચા પણ અંગ્રેજીમાં જ કરવામાં આવે છે અને ચુકાદો પણ અંગ્રેજીમાં સંભળાવવામાં આવે છે અને લખવામાં આવે છે. નારનૌલ બાર એસોસિએશનના ભૂતપૂર્‌ પ્રમુખ અને એડવોકેટ નવીન વશિષ્ઠે હાઈકોર્ટને પોતાના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા આદેશને હિંદીમાં આપવાની માગણી કરી હતી.
૩૧ મેના રોજ હાઈકોર્ટની ખંડપીઠે નવીન વિરુદ્ધ ગુનાહિત અનાદરના મામલાનો ૬૭ પૃષ્ઠોનો ચુકાદો અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવ્યો હતો. તેમના દ્વારા ચુકાદાના હિંદી અનુવાદની માગણી કરવામાં આવી હતી. આઈપીસીની કલમ-૩૬૨ ક્લોઝ-ટુ મુજબ આ ચુકાદાનો હિંદી અનુવાદ લેવા માટે તેઓ અધિકારી છે. નવીન વશિષ્ઠની અપીલ પર હાઈકોર્ટે પોતાના ચુકાદાનો હસ્તલિખિત હિંદી અનુવાદ ઉપલબ્ધ કરાવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY