ન્યુ દિલ્હી,
સેબી સ્ટોક એકસચેન્જિસના સીઈઓનો કાર્યકાળ વધુમાંવધુ પાંચ વર્ષની બે મુદત પૂરતો મર્યિદિત કરવાની યોજના ધરાવે છે. સેબી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર સંસ્થાઓ માટે માલિકી અને ગવર્નન્સનાં ધોરણોમાં સુધારો કરવા સક્રિય છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સેબીના મતે નવા એકસચેન્જિસની એન્ટ્રીથી રોકાણકારોને પ્રોડકટની પસંદગીમાં બહોળો અવકાશ મળશે. તેને લીધે સેબી સ્ટોક એકસ્ચેન્જિસ શ કરવા માટેના માલિકીપણાના નિયમોમાં સુધારો કરવાની યોજના ધરાવે છે. ૨૧ જૂનની આગામી બોર્ડ મીટિંગમાં સેબી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્સ્ટિટયૂશનની રચના માટે ચચર્પિાત્ર લાવવાની દરખાસ્ત મૂકશે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટોશ એકસ્ચેન્જિસ, કિલયરિંગ કોર્પોરેશન્સ અને ડિપોઝિટરીઝમાં શેરહોલ્ડિંગની મયર્દિામાં સુમેળ સાધવાની યોજના ધરાવે છે. વધુમાં સેબી આ સંસ્થાઓમાં મહત્વના મેનેજરના સ્તરના હોદ્દાની વ્યાખ્યાને વિસ્તારવાનો પ્રસ્તાવ મૂકશે.
ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીની આગેવાનીમાં બનેલી સમિતિએ નિયમન સંબંધી ધોરણો અને એમએલએલએસ સંબંધી સકર્યુલર્સને લગતો અહેવાલ સુપરત કર્યો હતો. સમિતિની ભલામણોના આધારે સેબી વર્તમાન ધોરણોમાં ફેરફારની યોજના ધરાવે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




