હજુ સુધી વિતેલા વર્ષોમાં જુદા જુદા ગાળામાં મહિલા ટેનિસમાં કેટલીક સ્ટાર ખેલાડીઓનુ શાસન રહ્યુ છે. જેમાં માર્ટિના નવરાતિલોવા, ક્રિસ એવર્ટ લોઇડ, સ્ટેફી ગ્રાફ, મોનિકા સેલેસ અને માર્ટિના હિન્ગીસનો સમાવેશ થાય છે. સ્પેનની આરાક્ષા સાન્ચેજ વિકારિયો, જેના નવોત્ટના, ગેબ્રિયેલા સબાતિની જેવી સ્ટાર ખેલાડી મોટી સ્ટાર ખેલાડી સામે પડકાર ફેંકતી રહી છે. જા કે આ ખેલાડીઓનો એક ગાળો રહ્યો હતો.આ ગાળા દરમિયાન આ તમામ ટોપ ખેલાડીઓએ તમામ હરિફ ખેલાડીને સતત હાર આપી હતી અને એક પછી એક રેકોર્ડ સંખ્યામાં ગ્રાન્ડ સ્લેમ હાંસલ કરી હતી. હવે આ પ્રકારનો સમય ધીમે ધીમે પૂર્ણ થઇ રહ્યો છે. કેટલાક વર્ષોથી સેરેના વિલિયમન્સ પણ મહિલા ટેનિસ સર્કિટમાં એકચક્રી શાસન ધરાવતી હતી. જા કે હવે તેની રમત પર વધતી જતી વયની અસર થઇ રહી છે. યુએસ ઓપનની ફાઇનલ મેચમાં જે રીતે તેની હાર થઇ હતી તેનાથી નવી ચર્ચા છેડાઇ છે. ફાઇનલમાં પહોંચી ગયા બાદ તમામ ટેનિસ ચાહકો માની રહ્યા હતા કે સેરેના વિલિયમ્સક સરળ રીતે જીત મેળવીને ૨૪મી ગ્રાન્ડ સ્લેમ પોતાના નામ પર કરી લેશે. પરંતુ તેની આશા પર છેલ્લે પાણી ફરી વળ્યુ હતુ. સેરેના વિલિયમ્સ મહાન અમેરિકી પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે રહી છે. વુમન્સ ટેનિસ એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં આઠ જુદા જુદા સ્તર પર તે વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે રહી છે. આઠમી જુલાઇ ૨૦૦૨ના દિવસે તે પ્રથમ વખત પ્રથમ ક્રમાંકિત ખેલાડી બની હતી. તે છઠ્ઠી વખત ૧૮૬ સતત સપ્તાહ સુધી નંબર વન ખેલાડી તરીકે રહી હતી. આની સાથે જ તે સ્ટેફી ગ્રાફ દ્વારા સૌથી વધુ સપ્તાહ સુધી પ્રથમ ક્રમાકિત મહિલા ખેલાડી તરીકે રહી હતી. વિલિયમ્સ સિગલ્સમાં સૌથી વધારે વખત ગ્રાન્ડસ્લેમ જીતવામાં સફળ રહી છે. સક્રિય ખેલાડીમાં સંયુક્ત રીતે સૌથી વધારે સફળતા મેળવી લેવાનો રેકોર્ડ પણ તેના નામ પર છે. તે ઓલ ટાઇમ લિસ્ટમાં સામેલ છે. તે ૨૩ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકી છે. ૧૪ મહિલા ડબલ્સના તાજ તેની નામ પર છે. બે મિકસ્ડ ડબલ્સના તાજ તેના નામ પર છે. તે તમામ ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડ પણ ધરાવે છે. વર્ષ ૨૦૦૨-૦૩ અને વર્ષ ૨૦૧૪-૧૫માં તે તમામ ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતી ગઇ હતી. રોડ લેવર અને સ્ટેફી ગ્રાફ બાદ તે આ સિદ્ધી હાંસલ કરનાર ત્રીજી ખેલાડી રહી છે. કોઇ એક કેલેન્ડર વર્ષમાં દરેક સરફેસ પર ગ્રાન્ડ સ્લેમ જીતનાર પણ તે એક ખેલાડી છે. પોતાની બહેન વિનસ સાથે મળીને તમામ ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતવામાં પણ સેરેના સફળ રહી હતી. તે કુલ ૨૩ ગ્રાન્ડ સ્લેમ પોતાના નામ પર ધરાવે છે. ઓપન એરામાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો તેનો રેકોર્ડ છે. તે આ યાદીમાં બીજા સ્થાને છે. માર્ગારેટ કોર્ટે ૨૪ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતી હતી. યુએસ ઓપનમા તે છ વખત યુએસ ઓપન જીતી ચુકી છે. ક્રિસ એવર્ટે પણ છ વખત આ સ્પર્ધા જીતી હતી. ૩૩૧ મેચોમાં જીત સાથેનો પણ તે રેકોર્ડ ધરાવે છે. સેરેના વિલિયમ્સે પણ ખુબ નાની હતી ત્યારે તેની ટેનિસ કેરિયરની શરૂઆત કરી હતી. એક પછી એક અનેક સિદ્ધી હાંસલ કરનાર સેરેના વિલિયમ્સ હવે કેરિયરના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ્સ ઓક્ટોબર ૧૯૯૫માં પ્રોફેશનલ ટેનિસ સ્ટાર બની હતી. હાલમાં તે રેન્કિંગમાં પણ ૧૬માં સ્થાને પહોંચી ગઇ છે. સાત વખત વિમ્બલ્ડન ટેનિસ ચેÂમ્પયનશીપ, સાત વખત ઓસ્ટ્રેલિયમ ઓપન, ત્રણ વખત ફ્રેન્ચ ઓપન અને છ વખત યુએસ આપન જીતી ચુકેલી સેરેના વિલિયમ્સે હાલમાં કહ્યુ હતુ કે તે હજુ દેખાવ સુધારવા માટે ઇચ્છુક છે. આનો અર્થ એ થયો કે કે તે હજુ કેટલાક વર્ષ સુધી ટેનિસ સર્કિટમાં રહેનાર છે. કેટલાક નવા રેકોર્ડ પણ તે પોતાના નામ પર કરવા માટે ઇચ્છુક છે. જા કે મોટા ભાગના જાણકાર લોકો કહે છે કે સેરેના હવે વધારે સમય સુધી મેદાનમાં રહેશે નહી. સેરેના વિલિયમ્સે થોડાક સમય પહેલા બાળકને જન્મ આપ્યા બાદ તેની ફિટનેસને પણ હવે અસર થઇ છે તે નિષ્ણાંતો માને છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



