મુંબઈ,તા.૬
મહારાષ્ટ્રના ૧૩ જિલ્લાના લગભગ ૧૭૦ તાલુકામાં આ વર્ષે પુરતો વરસાદ પડ્યો નથી, જેના કારણે ડેમોમાં જળસ્તર ખૂબ ઘટી ગયું છે. આ જાણકારી હવામાન વિભાગે આપી છે. રાજ્ય સરકાર આ સમસ્યાને દેખતાં પીવાના પાણી માટે ટેન્કર વ્યવસ્થા શરુ કરી છે. આ સાથે આકલન કરવામાં આવી રહ્યું છે કે શું આ સ્થિતિને દુકાન કહી શકાય કે નહીં.
સત્તાવાર આંકડા અનુસાર મરાઠાવાડ વિસ્તારના ઔરંગાબાદ અને નાસિક ક્ષેત્રમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ત્યાંના ડેમોમાં પાણીનો જથ્થો અનુક્રમે ૨૭.૫૯ ટકા અને ૬૪.૮૯ ટકા બચ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ૧૩ જિલ્લા અને ૧૭૦ તાલુકાની ઓળખ કરી છે, જ્યાં ઓછો વરસાદ પડ્યો છે. જ્યાં પહેલા ચરણની શરુઆત છે. આ ચરણમાં એ ઓળખ કરાય છે કે કોઈ વિસ્તારના અછતગ્રસ્ત જાહેર કરવો કે નહીં.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પહેલા ચરણની જાહેરાતનો અર્થ એ નથી કે આ વિસ્તારોને દુકાળનો સામનો કરવો પડી રહ્યો છે. ગાડગિલે કહ્યું કે, રાજ્ય સરકાર નેશનલ ક્રોપ ફોરકાસ્ટ સેન્ટરના વિસ્તૃત રિપોર્ટની રાહ જાઈ રહી છે. એના આધારે દ્વિતીય ચરણની ઓળખ કરવામાં આવશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે, નાસિક અને ઔરંગાબાદ ક્ષેત્રોમાં ૩૨૯ ટેન્કરોથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



