મુંબઈ,તા.૨૧
મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનના સરઘસ વખતે ડિસ્ક જાકી (ડીજે) અને ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ પ્રતિબંધને હટાવી દેવાની પ્રોફેશનલ ઓડિયો અને લાઈટિંગ એસોસિએશને કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
હાઈકોર્ટે અગાઉ અનામત રાખેલા અને આજે જાહેર કરેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, ગણેશ વિસર્જન વખતે જરાય ઘોંઘાટ ન જાઈએ.
ધ્વની પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ પ્રતિબંધ મૂક્્યો છે. મુંબઈ પોલીસે કાયદાનો કડક રીતે અમલ બજાવવાનું શરૂ કરી દીધું છે.
આ કાયદાની વિરુદ્ધમાં પ્રોફેશનલ ઓડિયો અને લાઈટિંગ એસોસિએશને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આજે સુનાવણી વખતે ન્યાયમૂર્તિઓ શાંતનૂ કેમકર અને સારંગ કોતવાલની બેન્ચે કહ્યું કે ચાર અઠવાડિયા બાદ કેસમાં આખરી સુનાવણી કરવામાં આવશે. હાઈકોર્ટે રાહત ન આપતાં અરજદાર સંસ્થા સુપ્રીમ કોર્ટમાં જાય એવી શક્્યતા છે.
કાયદાનુસાર, ડીજે અને તેની સાથે કર્કશ અવાજમાં વગાડવામાં આવતા વાદ્યોની અવાજમર્યાદા ૧૦૦ ડેસિબલ સુધી રાખવી ફરજિયાત છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




