મહારાષ્ટ કરતા સુરતમાં બનતું કાપડ ૪૦ ટકા મોંઘું થયું..!!

0
121

સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮

મહારાષ્ટ સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા જાહેર કરેલા ૪,૬૦૦ કરોડના પેકેજના કારણે સુરતમાં તૈયાર થતું કાપડ ૪૦ ટકા મોંઘુ બની ગયું છે. આ ઉપરાંત જીએસટીના અમલ પછી ૬.૫૦ લાખ પાવરલૂમ્સ ધરાવતી ઇન્ડસ્ટ્રી ૫.૫૦ લાખ પાવરલૂમ્સ પર સિમિત થઇ ગઇ છે ત્યારે ધારાસભ્યો અને સંસદ સભ્યોની શું રણનીતિ છે તેની સ્પષ્ટતાની સ્થાનિક વિવિંગ-પાવરલૂમ્સ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સરકારને આજીજી કરી છે.

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયે ગત વર્ષ દરમિયાન પાવરટેક્સ પાવરલૂમ સ્કીમ પણ જાહેર કરી હતી. આ યોજનાનો લાભ સુરતની ઇન્ડસ્ટ્રીને મળી શકે તેમ નથી. પાંડેસરા વિવિંગ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ સાંસદો અને ધારાસભ્યોને પત્ર લખીને ઉદ્યોગને બચાવવા આજીજી કરી છે, તેમનું કહેવું છે કે, સુરતની વિવિંગ-પાવરલૂમ્સ ઇન્ડસ્ટ્રીમાં તૈયાર થતાં કાપડની પડતર કિંમત ૪૦ ટકા ઊંચી જઇ રહી છે. હજુ પણ કોઇ પગલાં નહીં લેવાશે તો વણાટ ઉદ્યોગ સુરતથી ૯૦ કિ.મીના અંતરે આવેલા નવાપુર અને તારાપુરમાં સ્થળાંતર થઇ જવાનો ભય છે. નોટબંધી અને જીએસટીના કારણે પાવરલૂમ ઇન્ડસ્ટ્રી મરણ પથારીએ આવી ગઇ છે. ત્યારે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ગુજરાત સરકારના આગેવાનો શું પગલાં લેશે, તેની સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી છે.

વિવર્સ અગ્રણી અને પાંડેસરાં વિવિર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીના જણાવ્યાનુસાર ૬.૫૦ લાખ પાવરલૂમ ધરાવતા સુરતમાં ૧ લાખ પાવરલૂમમાં ઘટાડો થયો છે. હાલ કાર્યરત પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં ૬૦ ટકા અંદાજે ૩ લાખ પાવરલૂમમાં ઉત્પાદન જાબવર્કથી થાય છે. ત્યારે હજુયે મહારાષ્ટ સરકારની સમકક્ષ ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કોઇ યોજના જાહેર કરાઇ નથી. સુરતની વિવિંગ-પાવરલૂમ ઇન્ડસ્ટ્રી ભીંસમાં આવી ચુકી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY