ના…હોય..પ્રસુતિના બીજા જ દિવસે મહિલા ફિઝિકલ ટેસ્ટમાં દોડી..??

0
270

વડોદરા,
તા.૯/3/2018

મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે પોલીસ તાલીમ શાળા ખાતે તાલીમ લઇ રહેલ ૭૦૦ મહિલા કોન્સ્ટેબલના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦થી ૨૨ વર્ષની વય ધરાવતી આ મહિલાઓ પૈકી કેટલીક મહિલાઓની વાત રોચક છે. આશા(નામ બદલ્યું છે) વડોદરા જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે જાડાશે. બે મહિના અગાઉ જ્યારે તેમની ફિઝિકલ પરીક્ષા હતી, તે તારીખના આગલા દિવસે આશાની પ્રસૂતિ થઇ હતી. પ્રસૂતિની બીજા દિવસે પરીક્ષા હોવાથી આશાએ પોલીસ વિભાગ પાસેથી થોડા દિવસ પછી પરીક્ષા આપવા માટે મંજૂરી માગી હતી. પરંતુ મંજૂરી ન મળતાં આશાને હાજર થવું પડ્યું હતું. પ્રસૂતિના બીજા દિવસે ફિઝિકલ પરીક્ષામાં દોડીને તે પાસ થઇ હતી. આગામી ૧૪મી માર્ચે આશા વડોદરા જિલ્લા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જાડાશે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આ વર્ષે ૮૫૦ જેટલી મહિલા કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. તેઓને નવ મહિના સુધી તાલીમ આપી કોન્સ્ટેબલ બનવા માટે તૈયાર કરવામાં આવી છે.સવિતાબેનની સ્ટોરી પણ સાવ જુદી હતી. પુત્રની ઘેલછામાં સવિતાબેનનાં(નામ બદલ્યું છે) માતા-પિતાને ૧૧ બાળકીઓ થઇ હતી. સવિતાબેન આઠમી પુત્રી છે. પુત્રની જગ્યા લઇ પોલીસ વિભાગમાં જાડાઇ હતી. હવે તે કોન્સ્ટેબલ તરીકે જાડાશે. કાર્યક્રમમાં મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના આસિસ્ટંટ પ્રોફેસર ડા. નિશા સેંગાર અને પોલીસ તાલીમ શાળાના પ્રિÂન્સપલ જૂલી કોઠીયા હાજર રહ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY