મહારાષ્ટ્રના લાતૂરમાં પરિવારે દીકરીનું નામ ‘સ્વચ્છતા’ રાખ્યું

0
77

લાતુર,
તા.૧/૪/૨૦૧૮

મહારાષ્ટના લાતુર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન અભિયાનથી પ્રભાવિત થઇને એક પરિવારે પોતાની દીકરીનું નામ સ્વચ્છતા રાખ્યું છે. ગઇ ૨૧મી ફેબ્રુઆરીના રોજ જન્મેલ આ બાળકીનું શુક્રવારના રોજ સ્વચ્છતા નામ રખાયું છે. લાતુરમાં કાંગ્રેસના કાઉન્સલર વિક્રાંત ગોજામગુંડેએ આ વાતની માહિતી આપી.

વિક્રાંતે કહ્યું કે તેમના વાર્ડ નંબર ૫માં સ્વચ્છતાના માતા-પિતા મોહન અને કાજલ કુરિલ રહે છે. તેમણે કહ્યું કે બાળકીના નામકરણ સંસ્કારની વિધિ લાતુરની મ્યુનિસિપલ ઓફિસમાં થઇ. ઓફિસના રજીસ્ટરમાં બાળકીનું નામ સત્તાવાર રીતે નોંધાયું. સ્થાનિક લોકોએ સ્વચ્છતા નામ રાખવા પર મોહન અને કાજલના વખાણ કર્યાં છે.

આપને જણાવી દઇએ કે ગાંધી જયંતીના અવસર પર ૨ આૅક્ટોબર ૨૦૧૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન લાન્ચ કર્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનની અંતર્ગત ૨૦૧૯ સુધી દેશમાં ૧૧ કરોડ શૌચાલય બનાવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેથી કરીને ખુલ્લામાં શૌચ માટે મજબૂરીને ખત્મ કરી શકાય. એક અંદાજ મુજબ સરકાર ૨૦૧૮ના વર્ષ દરમ્યાન કમ સે કમ ૨ કરોડ શૌચાલય બનાવા માંગે છે.

સરકારે કોર્પોરેટને અપીલ કરી છે કે તેઓ સ્વચ્છ ભારત અભિયાનની અંતર્ગત ગામડાંને દત્તક લે અને સફાઇકર્મચારીઓને ટ્રેનિંગમાં સહયોગ આપે. તેની સાથે જ સામુદાયિક શૌચાલયના મેન્ટેનન્સની જવાબદારી પણ સંભાળે. સરકારે તમામ કંપનીઓને ચિઠ્ઠી લખીને સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલિટી ફંડનો ૭ ટકા હિસ્સો સ્વચ્છ ભારત ફંડમાં જમા કરાવા ભલામણ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY