દુનિયાભરના મહાસાગરો,નદીઓમાંથી ૨૪ કલાકમાં ૯.૨૦ કરોડ કિલો કચરો ભેગો કરાયો

0
61

ન્યુ દિલ્હી,તા.૮
દુનિયાભરના સમુદ્ર કચરાપેટીમાં ફેરવાઈ રહ્યા છે.માણસજાત રોજે રોજ કેટલો કચરો દરિયામાં ઠાલવે છે. તેનો અંદાજ મેળવવાનો પ્રયાસ કરવા માટે ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ઈનિશિએટિવ નામનુ એક અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.
આ અભિયાનના ભાગરુપે કરાયેલી તપાસમાં જે આંકડા સામે આવ્યા છે તે હેરાન કરનારા છે. જેમ કે ૨૪ કલાકની અંદર દુનિયાભરના મહાસાગરો અને નદીઓમાંથી ૯.૨૦ કરોડ કિલો કચરો એકઠો કરાયો છે.
જેટલા દોરડા અને રસ્સીઓ દરિયાકાંઠે ફેંકવામાં આવે છે તેમાંથી ૨૮ કિલોમીટર લાંબો ટુવાલ બની શકે છે. સામાન્ય રીતે બીચ પર જ્યુસ,નારિયેળ પાણી પીન લોકો સ્ટ્રો ફેંકી દે છે.
૨૪ કલાક દરમિયાન કચરામાંથી એટલી સ્ટ્રો મળી છેકે તેને એક પછી એક એમ સીધી લીટીમાં મુકવામાંઆવે તો ૨૪૩ કિલોમીટર તેની લંબાઈ થાય છે.
જ્યારે પ્લાસ્ટિકની બોટલોની વાત કરવામાં આવે તો તેનાથી પાંચ સ્વિમિંગ પુલ ભરી શકાય તેમ છે.કચરામાંથી ૨૪ લાખ સિગારેટના ઠુંઠા પણ મળ્યા છે.જેની લંબાઈ ૪૨ કિલોમીટર થઈ શકે છે.
આ સિવાય ૧૭ લાખ રેપર, ૧૫ લાખ પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ૧૫ લાખ પ્લાસ્ટિક બેગ્સ પણ મળી છે.૧૦ લાખ ઢાંકણાનો પણ કચરામાં સમાવેશ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY