ન્યુ દિલ્હી,તા.૨૫
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ મોદી સરકારને પાકિસ્તાન સાથે તાત્કાલિક ધોરણે વાતચીત કરવાની સલાહ આપી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મહેબૂબા મુફતીએ કે જ્યારે આર્મી બેકગ્રાઉન્ડવાળા મુશર્રફ સાથે વાત થઈ શકે છે તો જનતાએ ચૂંટેલા ઈમરાન ખાન સાથે કેમ નહીં.
મહેબૂબા મુફતીએ રાજ્યની સમસ્યાનો રાજકીય સમાધાન શોધવાની વાત કરતા કહ્યું હતું કે તેઓ ભાજપને શરૂઆતથી જ કહી રહ્યા છે કે આ મુદ્દાને લઈને પાકિસ્તાન સાથે વાતચીત થવી જાઈએ, કેમ કે તે એકમાત્ર રસ્તો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરની સમસ્યા રાજકીય છે તેથી કોઈ ફરક પડતો નથી કે અહીં રાજ્યપાલ શાસન છે કે પછી કોઈ બીજાનું.
તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં રાજ્યમાં લો એન્ડ ઓર્ડર બનાવી રાખવાનો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ પહેલા કાશ્મીરમાં લોકો શાંતિ ઈચ્છે છે. પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યુ્ં કે તેમણે પોતાનો વાયદો નિભાવ્યો હતો ત્યારે તેઓ જ પાકિસ્તાન ગયા. તેમને પાકિસ્તાનને સીઝ ફાયર માટે રાજી કર્યા જે આઠ વર્ષ સુધી ચાલ્યું.
વાજપેયીના વખાણ કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમણે તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ જે આર્મીમેન હતા, તેમને પણ સહમત કરી દીધા હતા. શું મહેબૂબાને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનમાં વિશ્વાસ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આપણે ખાનના નિવેદનનું સ્વાગત કરવું જાઈએ.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારતે સકારાત્મક પહેલ કરવી જાઈએ. તેમણે એમ પણ કહ્યું કે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. યુદ્ધ કોઈ પણ રીતે સમાધાન નથી. અંધ રાષ્ટ્રભકતનો કોઈ વિકલ્પ નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





