જમ્મુ-કાશ્મીરમાં ફારૂખ અબ્દુલ્લા ભાજપને ટેકો આપી સરકાર રચી શકે!!!

0
34

શ્રીનગર,તા.૨૫
જમ્મુ અને કાશ્મીરના ગર્વનર તરીકે સત્યપાલ મિલકે શપથ ગ્રહણ કરીને રાજભવનમાં સ્થાન લીધું છે તે સાથે જ હવે રાજ્યમાં રાજકીય હલચલમાં ગરમાવો આવ્યો છે. પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટ્યા બાદ હવે નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ભાજપના રાજ્યમાં સરકાર રચવાના પ્રયાસો ઝડપી બન્યા છે. રાજકારણમાં કોઈ કાયમ માટે મિત્ર નથી હોતું તેમજ કોઈ શત્રુ પણ નથી. જેથી આ અટકળો સાચી ઠરે તેવી સંભાવના રાજકીય પંડિતો જાઈ રહ્યા છે.
જા કે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અનેક વખત કહી ચુક્્યા છે કે તેમના પક્ષની જમ્મુ કાશ્મીરમાં અન્ય પક્ષ સાથે મળીને સરકાર રચવા ક્્યારેય ઈચ્છા નથી. વર્તમાન વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણી યોજવામાં આવે, પરંતુ થોડા દિવસોથી નેશનલ કોન્ફરન્સના નેતાઓના સૂર બદલાયા છે અને તેને રાજકીય ઉથલપાથલના સંકેતો માનવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું નિવેદન પણ મહત્વનું ગણાય છે અને તેમણે જૂની ધારણાઓ તોડી નાંખી છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યમાં અન્ય પક્ષ સાથે પણ સરકાર રચી શકીએ છીએ.
રાજ્યમાં રાજકીય ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહેલા નિષ્ણાતોના મતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દિલ્હીમાં જે રીતે ફારૂખ અબ્દુલ્લાએ ભારત માતા કી જયનો નારો લગાવ્યો હતો, તેને પગલે ભાજપ સાથે તેમની વાતચીત ચાલુ હોવાના સંકેતો મળ્યા હતા. દરમિયાન ફારૂખ અબ્દુલ્લાએ ગત વર્ષે જણાવ્યું હતું કે કાશ્મીરની પ્રજા આઝાદી ઈચ્છે છે. કાશ્મીરના યુવાનોએ આઝાદી માટે બંદૂક હાથમાં ઉઠાવી છે. વર્તમાન સમયે વિધાનસભામાં તેમના ૧૫ ધારાસભ્યો છે, જ્યારે ભારત પાસે ૨૫ ધારાસભ્યો છે. સરકાર રચવા માટે ૪ ધારાસભ્યો ખૂટે છે. સજ્જાદ ગની લોનના પક્ષ પીપલ્સ કોન્ફરન્સના બે ધારાસભ્યો છે, જે સંભવિત ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. સરકાર રચવા બે અપક્ષોનો ટેકો મેળવવો તેમના માટે કોઈ મોટી વાત નહીં રહે. પીડીપીના બળવાખોરો પણ ટેકો જાહેર કરી શકે છે.
વરિષ્ઠ પત્રકાર મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સરકાર રચાશે તો તેમાં રાજભવનની ભૂમિકાનો ઈનકાર કરી શકાય નહીં. હું રાજ્યપાલ સત્યપાલ મલિકની નિષ્પક્ષતા સામે કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યો, પરંતુ તેઓ એક રાજકારણીનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ કોંગ્રેસ, સમાજવાદી, લોકદળ સહિત વિવિધ રાજકીય પક્ષોમાં રહી ચુક્્યા છે. પીડીપી સાથે તેમના સંબંધો સારા નથી. ડો. ફારૂખ અબ્દુલ્લા સાથે પણ તેઓ ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. નેશનલ કોન્ફરન્સ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં એનડીએનો હિસ્સો રહી ચુકી છે. પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લા ત્યારે કેન્દ્રમાં મંત્રી હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY