મહેસાણા,તા.૫
ગુજરાત પોલીસ ગુનેગારોને પકડવામાં તો અગ્રેસર રહે છે. તેમજ કિયારેક માનવીય અભીગમ અને સામાજીક જવાબદારી કે પોલીસનું દાઇત્વ સમજીને એવું કાર્ય કરે છે જે સમાજમાં વધુ સન્માન પાત્ર થઇ જાય છે.
આમ તો ખાસ કરીને બાળકો પોલીસથી ડરતા હોય છે. નાના બાળકો જ્યારે વધુ ધમાલ મસ્તી કરે છે, ત્યારે વડીલો એવું કહે છે કે પોલીસ આવશે તો તને પકડીને લઇ જશે. આમ બાળકો પોલીસથી ડરે છે. પણ ગુજરાતના મહેસાણામાં એક બાળકીની પોલીસ અધિકારી બનવાની ઇચ્છા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્ણ કરવામ આવી છે.
ગર્ભમાંથી ઇન્ફેક્શન સાથે જન્મેલી એઇડ્સ ગ્રસ્ત બાળકીની પોલીસ અધિકારી બનવાની મહેચ્છા પોલીસે પુરી કરતા સમગ્ર પથંકમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બાળકીને એક દિવસની અધિકારી બનાવાઈ છે. બાળકીને એક પોલીસ અધિકારીને મળતા તમામ સન્માન અપાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





