કોંગ્રેસ માટે ખેડૂતો માત્ર વોટબેન્ક,અમારા માટે અન્નદાતાઃ પીએમ મોદી

0
10

ઝારખંડ-ઓરિસ્સામાં વડાપ્રધાને જનસભાને સંબોધિત કરી
પૂર્વ સરકાર તમારી ગુનેગાર,ખેડૂતોને ભડકાવનારાને ખબર નહીં હોય કે, ‘કોયલ’ શું છે,સમજાતુ નથી, કોંગ્રેસે સરકાર ચલાવી કે મિશેલ મામાનો દરબાર ચલાવ્યો
રાંચી/ભૂવનેશ્વર,તા.૫
ઝારખંડમાં જનસભાને સંબોધિત કરતાં સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંગ્રેસ પર જારદાર પ્રહારો કર્યા. મોદીએ કહ્યું કે કાંગ્રેસ ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોની લોન અને માતા-બહેનોને અસુરક્ષિત બનાવીને રાખે છે. તેની સાથે જ તેમણે કોયલ નદી પર આવેલા ડેમ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે જે લોકો ખેડૂતોના દેવામાફીના નામ પર ખેડૂતોને બહેકાવી રહ્યા છે તેમણે ખેડૂતોનું ભલું કરનાર પ્રોજેક્ટનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી. તેમને તો એટલા સુદ્ધાં પણ ખબર નહીં હોય કે આ કોયલ પંખીનું નામ છે, ડેમનું નામ કે પછી નદીનું નામ.
મોદીએ ઓડિશાનાં બારીપદામાં જનસભાને સંબોધતા કહ્યું કે, હેલિકોપ્ટરની ખરીદીમાં ક્યારે કયારે કયો નેતા શું નિર્ણય લઈ રહ્યો હતો, આ માહિતી મિશેલ ક્રિશ્ચિયન વિદેશમાં મોકલી રહ્યો હતો. સમજાતું નથી કે કોંગ્રેસે સરકાર ચાલવી છે કે પછી મિશેલ મામાનો દરબાર ચલાવ્યો છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં જે લોકોની ભૂમિકા છે, તેની તપાસ અને નિર્ણય દેશની જનતા અને તપાસ એજન્સીઓ જ કરશે. પીએમ મોદીએ કહ્યું કે, સોસાયટી હોય કે ફ્લેટ, કારખાનું હોય અથવા મોહલ્લો, ચોર સૌથી પહેલા ચોકીદારને હટાવવાનું ષડયંત્ર રચે છે કેમ કે, ચોકીદાર હોય ત્યાર સુધી તેમની દાળ ગળતી નથી.
આપને જણાવી દઇએ કે પીએમ મોદી પલામૂ મંડલ ડેમ પ્રોજેક્ટનો પાયો નાંખવા પહોંચ્યા હતા. ઉત્તર કોયલ નદી પર બંધાનાર આ ડેમ ઝારખંડમાં ૨૦૦૦૦ હેકટર અને બિહારમાં ૯૦૦૦૦ હેકટર ખેતીલાયક જમીનને સિંચાઇ માટે પાણી પૂરું પાડી શકશે.
ડેમ પ્રોજેક્ટના ફાયદા જણાવતા પીએમે કહ્યું કે આનાથી ૩ લાખ લોકોને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થશે. મોદીએ આગળ કહ્યું કે ડેમ પ્રોજેકટની ફાઇલ ૧૯૭૨માં આવી હતી, પરંતુ અટકતી રહી. તેના લીધે અડધી સદી એટલે કે પચાસ વર્ષ લાગી ગયા. તેમણે કહ્યું કે આ પહેલાંની સરકારોની બેઇમાનીના પુરાવા છે કે જે યોજના માત્ર ૩૦ કરોડમાં પૂરી થવાની હતી તે હવે ૨ હજાર ૪૦૦ કરોડ રૂપિયામાં પૂરી થશે.
મોદીએ ખેડૂતોનો ઉલ્લેખ કરી કહ્યું કે કાંગ્રેસ તેને વોટબેન્ક માને છે પરંતુ અમારી સરકાર તેમને અન્નદાતાની જેમ જુએ છે. પીએમે કહ્યું કે કાંગ્રેસ માટે ખેડૂત માત્ર અને માત્ર વોટ બેન્ક છે પરંતુ અમારા માટે ખેડૂત અન્નદાતા છે, કાંગ્રેસ અને ભાજપમાં આટલું અંતર છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે ખેડૂતોને વોટબેન્કનો હિસ્સો બનાવ્યા નથી. જા ખેડૂતોને વોટ બેન્કનો હિસ્સો બનાવ્યો હોત તો મારા માટે ખૂબ સરળ હતું. ૧ લાખ કરોડની વિભિન્ન યોજનાઓની જગ્યા એટલાની લોન માફી કરી ખેડૂતોમાં વહેંચી દેત, પરંતુ તેનાથી માત્ર આ પેઢીનું જ ભલું થાત. પરંતુ યોજનાઓના લીધે ૫-૫ પેઢીઓને ફાયદો થશે.
પીએમે કહ્યું કે તેમની સરકાર ખૂબ જ ઝડપથી ઘર બનાવી રહી છે. તેની સરખામણી પાછલી સરકાર સાથે કરતાં કહ્યું કે પહેલાં જ્યારે મેડમ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવતા હતા ત્યારે તેમણે ૫ વર્ષમાં માત્ર ૨૫ લાખ ઘર બનાવ્યા હતા. ત્યારે અમારી સરકારે ૫ વર્ષથી પણ ઓછામાં ૧ કરોડ ૨૫ લાખ ઘર બનાવી દીધા. ત્યારબાદ મોદીએ ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે પહેલાંની યોજનાઓ જે નામોના આધાર પર ચાલી તે આજે જમીન પર દેખાતી નથી. અમારી સરકાર નામના ઝઘડામાં ના પડીને કામ કરવા પર વિશ્વાસ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY