મહિલા હેલ્પલાઈન ૧૮૧ દ્વારા બે પરિવારોનું સમાધાન કરાયું સમજાવટ બાદ બંને પરિવારોએ શાંતિથી રહેવાની ખાતરી આપી

0
192

નવસારી, તા.૨૪
નવસારી છાપરા વિસ્તારમાંથી એક યુવતીનો ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતાં કે તેની નણંદ ધ્વારા મને તથા માર પતિને ઘરમાંથી બહાર કાઢી મૂકયા છે. અમારા બાળકો સાથે છેલ્લા ત્રણ દિવસથી બહાર બેસી રહયાં છે. જેમાં મદદ કરવા અપીલ કરી હતી. કોલ મળતાની સાથે ૧૮૧ મહિલા હેલ્પલાઇન રેસ્કયુવાન તાત્કાલિક સ્થળે પહોîચી હતી. પરિવાર સાથે કાઉન્સીલીંગ કરી મહિલા તથા તેના બાળકો પતિ સાથે ઘરમાં પ્રવેશ કરાવી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
બનાવની વિગત એવી છે કે જયોતિ નામની નવસારીની યુવતીના લગ્ન અતુલ(વલસાડ) ખાતે થયા હતાં. લગ્નના થોડા સમય બાદ તે અતુલ થી નવસારી પોતાના પિયરમાં પતિ સાથે રહેવી આવી ગઇ હતી. જયોતિના પતિ તથા ભાઇ સુરત ડાયમંડ મા કામ કરે છે અને બંને નણંદ, ભાઇ-ભાભી નવસારી છેલ્લા પાંચ વર્ષથી રહે છે. બંને નણંદ-ભાભીને બે બાળકો છે. બંને પરિવાર એક જ મકાનમાં રહેતા હોવાથી અવારનવાર ઝઘડાઅો થતા હતાં. જયોતિ લગ્ન બાદ પિયરમાં રહેવા આવી તથા અવારનવાર ઝગડા કરી ભાઇ-ભાભીને ગાળો તથા અપશબ્દો બોલે છે અને તેના પતિએ ભાઇ-ભાભીને ધકકા મારી કાઢી મૂકતા જેથી જયોતિના ભાભી રમીલાએ (નામ બદલેલ છે) ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કર્યો. મહિલા કાઉન્સેલર ઘ્વારા બંને પરિવારનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. રમીલા જણાવતા કે લગ્ન કરી કરી હું સાસરીમાં આવું છું તેથી મારા સસરાના ઘરમાં રહેવાનો મને અધિકાર છે જયારે જયોતિબેન જણાવતા કે આ ઘર મારા મમ્મી-પપ્પાએ બનાવેલ છે તેથી મારો હકક છે. મકાન ખૂબ નાનું હોવાથી બે ભાગમાં વહેચણી થઇ શકે તેમ નથી.બંને પરિવારને ખૂબ જ સમજાવટ બાદ તેઅો શાંતિથી સાથે રહેશે તેવી ખાત્રી આપી હતી. તેઅોને જણાવેલ કે ડાયમંડમાં કાયમી નોકરી સુરત ખાતે છે તો એક પરિવાર સુરત પણ રહી શકે છે. આમ કાઉન્સેલીંગ ઘ્વારા બંને પરિવારને સમજાવવામાં સફળ રહયાં હતાં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY