ચોકીદાર પાસે સિગારેટ મંગાવી, મનાઇ કરતા ચોકીદાર સાથે મારપીટ કરી મુંબઈમાં નશામાં ધૂત યુવતી પોલીસ સામે નિર્વસ્ત્ર થઈ

0
15

મુંબઈ,તા.૨૯
મુંબઇના ઓશિવારા વિસ્તારમાં એક યુવતીએ બિલ્ડીંગના ચોકીદાર સાથે સંઘર્ષમાં ઉતરીને હંગામો કર્યો હતો. નશામાં ધૂત યુવતીએ એટલી હદ સુધી ધમાલ મચાવી કે અંતે સોસાયટીના લોકોએ પોલીસનો સહારો લેવા પડ્યો હતો. આ મામલે જેવી જ પોલીસ પહોચી ત્યાં યુવતીએ તેની બધી મર્યાદાઓ ઓળંગી નિર્વસ્ત્ર બની હતી. આ આખી ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના ૨૫ ઓક્ટોબરની છે જ્યારે નશામાં ભાન ભુલેલી યુવતીએ સોસાયટીના ચોકીદાર પાસે સિગારેટ મંગાવી. ચોકીદારે સિગારેટ લાવવાની ના પાડતા યુવતી તેને ગાળો ભાંડવા લાગી હતી. આ મામલો બિચકતા ચોકીદારે પોલીસને બોલાવાની ફરજ પડી હતી.
પોલીસ આવતા જ યુવતી વધારે આક્રમક બની હતી અને પોલીસ સામે જ પોતાના કપડા ઉતારવા લાગી હતી. યુવતી પોલીસની હાજરીમાં ચોકીદાર સાથે મારપીટ કરવા લાગી હતી. ઘટનાસ્થળ પર હાજર પોલીસે મામલો સંભાળતા યુવતીની ધરપકડ કરી હતી, પરંતુ જાણવા મળ્યું છે કે આ મામલે કોઇ પણ પ્રકારની ફરિયાદ કે કેસ નોંધવામાં આવ્યો નથી.
બીજી તરફ યુવતીએ મુંબઇ પોલીસ અને વીડિયોમાં હાજર બધા જ લોકો વિરદ્ધ ટ્‌વીટર પર જંગ છેડી છે. યુવતીએ #MeTooના મથાળા હેઠળ પોલીસ અને ચોકીદાર તેમજ સોસાયટીના લોકો સામે આરોપ મુ્ક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY