૧૮૧ મહિલા હેલ્પલાઈને એક વર્ષની દિકરીનું માતા સાથે મિલન કરાવ્યું મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરીથી માતાની આંખો અશૃથી છલકાઈ ગઈ

0
9

નવસારી, તા.૧૩
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની પરણિતાએ ૧૮૧, અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવતા તેમની એક વર્ષની દિકરીને તેમના સાસરીપક્ષના લઇ જતા દિકરીને પરત અપાવવા મદદરૂપ થવા વિનંતી કરી હતી. જેથી ૧૮૧ મહિલા રેસ્કયુવાન ઘ્વારા તેમના સાસરીયાપક્ષને ભારે સમજાવટ બાદ પરણિતાને દીકરી સોîપી હતી. એક વર્ષની દીકરી પરત મળતા માતાના આંખમાં આંસુથી છલકાયા હતાં.
આજથી પાંચેક વર્ષ પહેલા દિનાબેને (નામ બદલેલ છે) વાંસદામાં લગ્ન કર્યા હતાં. તેઅોને શરૂઆતથી જ તેમના પતિ, સાસુ અને સાસરીયાપક્ષ ઘ્વારા હેરાન કરતા હતાં. તેમના પતિએ મારઝુડ કરીને કાઢી મુકતા દિનાબેન તેમની એક વર્ષની દિકરી સાથે પિયરમાં રહેતા હતાં. થોડા સમય પહેલા દિનાબેનની પતિ અને સાસુ આવીને ધમકાવી એક વર્ષની દિકરીને તેમની સાથે લઇ ગયા હતાં. તેમની નાની દિકરી ખૂબ જ રડતી હોવાથી દિનાબેને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની રેસ્કયુ ઘ્વારા દિનાબેનની સાસરી પક્ષમાં જઇ દિકરી પરત આપવાની ના પાડી હતી.
જેથી ૧૮૧ મહિલા કાઉન્સીલર ઘ્વારા તેમના સસુરાલ પક્ષને સમજાવી, કે દિકરી નાની હોવાથી તેને માતાની જરૂર છે. માતા વગર દિકરી રહી ન શકે તેવી ભારે સમજાવટ કરવાથી તેમની સાસુએ દિકરીને પરત સોîપી હતી. આ ઉપરાંત દિનાબેનને પણ કોઇ હેરાનગતિ નહી કરવાની ખાત્રી આપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY