વલસાડ, તા.૧૩
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.૨જી નવેમ્બરે લોન્ચ કરેલા એમ.એસ.એમ.ઇ. સપોર્ટ અને આઉટ રીચ કાર્યક્રમ અંગેના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તેના આયોજન માટે વલસાડ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર કે.જે.બોર્ડરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દર સપ્તાહે મંગળવાર અને શુક્રવાર એમ બે કેમ્પ યોજવાનું નક્કી કરાયું હતું. જેને અનુલક્ષીને તા.૧૩/૧૧/૨૦૧૮ના રોજ સવારે ૧૦-૩૦ થી ૫-૦૦ કલાક દરમિયાન વાપીના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બેન્ક અોફ બરોડા, જી.આઇ.ડી.સી. ચાર રસ્તા ખાતે કેમ્પ યોજાશે. જેમાં સંબંધિતોને તેમની સમસ્યાઅોનું નિરાકરણ માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કમલેશ બોર્ડરએ સરકારના આ મહત્ત્વના કાર્યક્રમને સફળ બનાવવા તમામને સાથે મળીને કામગીરી કરી લક્ષ્યાંક હાંસલ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ તેની રીકવરી માટે પણ નિયમાનુસાર ચોક્કસ આયોજન કરવા જણાવ્યું હતું. વલસાડ ક્ષેત્રિય પ્રબંધક કલ્પેશ શાહે ૧૦૦ દિવસ ચાલનારી આ ઝુંબેશ દરમિયાન ઔદ્યોગિક એકમોને જરૂરી માર્ગદર્શન આપી સરળતાની લોન મળે તે પ્રકારનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. લીડ બેîક મેનેજર સચિન શર્માએ પ્રેઝન્ટેશન થકી એમ.એસ.એમ.ઇ. સપોર્ટ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપી તેમાં સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. બેન્ક અોફ બરોડાના જનરલ મેનેજર પ્રદીપ શ્રીવાસ્તવે એમ.એસ.એમ.ઇ. સપોર્ટ એન્ડ આઉટ રીચ કાર્યક્રમ દેશના વિકાસ માટે ખૂબ જ અગત્યનો હોઇ ઝડપથી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ અંગે યોજાનારા કેમ્પમાં ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઅો તેમની સમસ્યા માટે ઉપસ્થિત રહે તે જરૂરી છે. અરજદાર પાસે ચેકલીસ્ટ પ્રમાણે લોન માટે જરૂરી દસ્તાવેજા હોય તો તેમાં કોઇ વિલંબ ન થાય તે જાવા તેમણે દરેક બેન્કર્સને જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જી.એલ.પટેલ, સ્ટેટ બેંકના જનરલ મેનેજર મનોજ પવાર, બરોડા ગ્રામીણ બેન્કના પી.જી.પરમાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઅો વગેરે હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



