મહિલા હેલ્પલાઈને બીમાર યુવતીને સાવકીમાના ત્રાસમાંથી મુક્ત કરાવી યુવતીને હેરાન નહીં કરવાની સાવકી માતાએ ખાતરી પણ આપી

0
8

વલસાડ, તા.૧૩
વલસાડની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે વાપી નજીકના ગામમાં એક યુવતીને તેમના માતા-પિતા જમવાનું આપતા નથી અને યેનકેન પ્રકારે હેરાન કરતા હોઇ જેને મદદરૂપ બનવા અપીલ કરી હતી. કોલ મળતાં ૧૮૧ની ટીમ તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચી યુવતીને શોધી તેનની આપવીતી શાંતિથી સાંભળી હતી.
બનાવની વિગત એમ છે કે, વાપી નજીકના એક ગામમાં ૨૨ વર્ષની યુવતી મીના (નામ બદલ્યું છે) ના લગ્ન નજીકના ગામમાં થયાં હતાં. પરંતુ તે અવાર-નવાર બીમાર પડતાં તેના છુટાછેડા કરવામાં આવતાં તે તેના માતા-પિતાને ત્યાં રહેતી હતી અને એક ખાનગી કંપનીમાં નોકરીએ પણ જતી હતી. બીમારી વધતાં તેણે નોકરી છોડી દીધી હતી. દરમિયાન તેની માતાનું મૃત્યુ થતાં તેના પિતાએ પુનઃલગ્ન કર્યા હતાં. સાવકી માતા આવતાં તેન મીના ભારરૂપ લાગવા લાગી અને મારઝુડ કરવાની સાથે જમવાનું પણ પૂરતું આપતી ન હતી. છેલ્લા બે વર્ષથી મીનાના માતા-પિતા બન્ને નોકરીએ જતા. મીનાની સાવકી માતા ખાવા-પીવાની તમામ વસ્તુઅોને તાળું મારીની જતી હતી, જેથી તેઅો ઘરે આવે ત્યારે જ મીનાને ખાવાનું મળતું હતું.
અમયમ મહિલા હેલ્પલાઇનના મહિલા કાઉન્સીલેરે મીનાના માતા-પિતાને બોલાવી સમજાવ્યા કે તમારે દીકરીને સારવાર અપાવવી જાઇએ, તેના બદલે પૂરતું જમવાનું આપતા નથી અને ત્રાસ પણ આપતા જાઅો છે, જેના લીધે તેની શારીરિક અને માનસિક હાલત બગડતી જાય છે, અને કોઇ પણ વ્યક્તિને ત્રાસ આપવો તે ગુનો બને છે. આમ ભારે સમજાવટ બાદ તેઅોને પોતાની ભૂલને અહેસાસ થતાં તેઅો દીકરીની સારવાર કરાવવા રાજી થયા હતા અને હવે પછી તેને કોઇ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરે તેની ખાતરી પણ આપી હતી.
આમ ૧૮૧ મહિલા હેલ્પલાઇને માનસિક બીમાર યુવતીને સાવકી માતાના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY