લાકડી ફટકારી પિતાની પાંસળી તોડી નાંખી દિકરો ફરાર
સુરત, તા.૧૯
માંડવી તાલુકાના રૂપણ ગામ ખાતે એક રાઠોડ પરિવારના વ્યક્તિને બકરા તથા જમીનમાં ભાગ કેમ આપતો નથી ? તેમ પુત્રએ પિતાને લાકડીના સપાટા મારી પીઠની પાંસળીઓ તોડી નાંખી ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંડવી પોલીસ મથકમાં નોîધાયો હતો. પિતાએ પુત્ર સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના રૂપણ ગામના આશ્રમ ફળીયા ખાતે વનાભાઈ માધુભાઈ રાઠોડ રહે છે. વનાભાઈનો એક પુત્ર છે. જેનું નામ રમેશભાઈ છે. રમેશભાઈએ વનાભાઈ દ્વારા પાળવામાં આવેલા બકરા, જમીન અને ઘરમાં અડધો ભાગ આપવાની માંગણી કરી પિતા વનાભાઈ પર લાકડા સપાટા વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી હતી. ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પિતાએ પુત્ર વિરૂદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૨૫, ૫૦૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




