ધરમપુરના અોઝરપાડા ખાતે કર્મીઅોનું સ્નેહમિલન યોજાયું

0
10

વલસાડ, તા.૧૩
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અોઝરડા ગામે વર્તમાન તેમજ નિવૃત્ત કર્મચારીઅોનું સ્નેહ સંમેલન આચાર્ય ગુલાબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ અવસરે ગુલાબભાઇએ જણાવ્યું હતું કે, આ ગામના યુવક-યુવતીઅોએ પ્રોફેસર, ડૉક્ટર, એન્જિનિયર સહિત સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઅોમાં ફરજા બજાવી છે, જે અભિનંદનીય છે. નિવૃત્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી નગીનભાઇ પટેલે, પ્રાંત અધિકારી રાજેશભાઇ પટેલ, પ્રા.વજીરભાઇ હરકણિયા, બેંક મેનેજર ભુપેન્દ્રભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં. ગામની વિધવાઅોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન એડવોકેટ વિનોદભાઇ પટેલ તેમજ આભારવિધિ અને સંચાલન પ્રા.શાળાના આચાર્ય હસમુખભાઇ પટેલે કર્યુ હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY