સુપ્રીમમાં પ્રથમ વખત જ સાથે ૩ મહિલા જસ્ટિસ્

0
6

નવીદિલ્હી, તા. ૭
જસ્ટસ ઇન્દરા બેનર્જી દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના હોદ્દા ઉપર શપથગ્રહણ કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશની સંખ્યા વધીને ત્રણ થઇ ગઇ છે. ન્યાયપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા ન્યાયાધીશ ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, ન્યાયમૂર્તિ ઇન્દુ મલહોત્રા અને ન્યાયમૂર્તિ ઇન્દરા બેનર્જી થઇ ગયા છે. સ્વતંત્રતા બાદ ૧૯૫૦માં સુપ્રીમ કોર્ટના અસ્તત્વમાં આવ્યા બાદથી હજુ સુધી આઠ મહિલા ન્યાયાધીશોની નિમણૂંક સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આમાથી સૌથી પહેલા મહિલા ન્યાયાધીશ ફાતિમાબીવી હતા. જેમની નિમણૂંક ૧૯૮૯માં કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટથી બઢતી મેળવીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામેલા ન્યાયમૂર્તિ બેનર્જી ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૨ના દિવસે નિવૃત્ત થશે. મદ્રાસ હાઈકોર્ટથી પહેલા તેઓ કોલકાતા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સક્રિય હતા અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ તરીકે હતા. ન્યાયમૂર્તિ બેનર્જીથી પહેલા વરિષ્ઠ ઇન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર સાતમાં મહિલા તરીકે હતા. જસ્ટસ ફાતિમાબીવી બાદ સુજાતા મનોહર પણ રહ્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY