મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે જોકે પોલીસને જોઇને આરોપી નાસી છૂટ્યો હતો.
મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નેશનલ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક બ્લેક કલરની ઝાયલો કાર નં જીજે ૦૬ ઝેડ ૧૩૨૮ નો ચાલક પોલીસને જોઇને નાસી છૂટ્યો હતો જે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બીયર મળી કુલ ૧.૨૦ લાખનો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ૧.૨૦ લાખનો દારૂ અને ૪ લાખની કાર મળી ૫.૨૦ લાખનો મુદામાલ કબજે કરાયો છે.
આ કામગીરીમાં પીએસઆઈ જી.આર.ગઢવી તેની ટીમના બી.ડી. પરમાર, વશરામભાઈ મેતા, મુકેશભાઈ હકુભાઈ, કિશનભાઈ શંકરલાલ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, શિવરાજસિંહ ભરતસિંહ, તેજપાલસિંહ કિરીટસિંહ સહિતનાએ કરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






