ભારે વરસાદથી દિલ્હી-ગુડગાંવ થયું પાણી-પાણીઃ શાળાઓમાં રજા, ૧ મહિલાનું મોત

0
11

ન્યુ દિલ્હી,તા.૨૮
મોડી રાતથી જ દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુગ્રામ અને પશ્ચિમ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયુ છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંનું જનજીવન ખોરવાયું છે. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં અહીં ૪૯.૬ મિમી વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર એઆરએસ સાંગવાનના જણાવ્યા પ્રમાણે રાત્રે ૨ વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો. ત્યારપછી સવારે ૪થી ૮ વાગ્યા સુધીમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હી-જયપુર-મુંબઈ હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક જામ જાવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસે ટિ્વટર પર એડ્‌વાઈઝરી જાહેર કરીને લોકોને અમુક રસ્તાઓ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી દિલ્હીમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
સવારે શાળા અને ઓફિસો માટે નીકળેલા લોકોને ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવુ પડે છે. કેટલીક શાળાઓએ ભારે વરસાદને કારણે સ્કુલ બંધ કરી દીધી છે. એક મહિલાનું પણ મૃત્યુ થઈ ગયુ છે.
દિલ્હીની સાથે સાથે ગુડગાંવમાં પણ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુડગાંવના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર હિરા સિંહે જણાવ્યું છે કે, અમારી ટીમ ટ્રાફિકને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
રાયપુરમાં અતિભારે વરસાદની ચેતવણી જારી કર્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા આજે તમામ સરકારી અને બિનસરકારી શાળાઓમાં રજાનું એલાન કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આ અગાઉ ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, સબ-હિમાલય વેસ્ટ બંગાલ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, તેલંગાણા અને કર્ણાટકના
આભાર – નિહારીકા રવિયા તટિય વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી હતી.
સાઈબર સિટી ગુરુગ્રામ પણ ભારે વરસાદથી બેહાલ બન્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણી ભરાતા બંધ કરવા પડ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ પૂર્વોત્તરનાં રાજ્યો સહિત દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારે વરસાદની શક્્યતા દર્શાવી છે. માછીમારોને સમુદ્દરમાં નહીં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉત્તરાખંડનાં ભીમતાલમાં લેન્ડ-સ્લાઈડના કારણે સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. રાજ્યના નૈનિતાલ જિલ્લામાં કોશી નદીમાં પૂર આવતાં આસપાસનાં વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે અને અનેક લોકો ત્યાં ફસાયાં છે. એનડીઆરએફની ટીમો સતત આ વિસ્તારમાં લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆર સાથે ગુરુગ્રામ, માનેસર, ભિવાની, ઝજ્જર, રેવાડી, મેરઠ, બરોટ, બાગપત, સોનીપતમાં આવનાર અમુક કલાકોમાં આંધી-તોફાન સિવાય મૂશળાધાર વરસાદની થવાની સંભાવના છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY