૩ જાન્યુઆરીએ ઇસરો દ્વારા ચંદ્રયાન-૨નું લોન્ચિંગ, છ ક્વિન્ટલ વજન વધારાયું

0
17

શ્રીહરિકોટા,તા.૨૮
ઈસરોએ ચંદ્રયાન-૨ની લોન્ચિંગની તારીખની જાહેરાત કરી દીધી છે. ઈસરોના ચેરમેન કે સિવને મંગળવારે જણાવ્યું કે તેને ૩ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. તે ૧૬ ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક નિયત સ્થાન પર ઉતરશે. ઈસરોની માર્ચ ૨૦૧૯ પહેલા સુધી ચંદ્રયાન-૨ સહિત ૧૯ મિશન લોન્ચ કરવાની યોજના છે.
સિવને જણાવ્યું કે ચંદ્રયાન-૨નું વજન ૬૦૦ કિલોગ્રામ વધારવામાં આવ્યું છે. મૂળે, પ્રયોગો દરમિયાન જાણવા મળ્યું કે ઉપગ્રહથી જ્યારે ચંદ્ર પર ઉતરનારો હિસ્સો બહાર આવશે તો તે હલવા લાગશે. જેથી, તેનું વજન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે આ ઉપગ્રહ સહિત ૩૮ ક્વિન્ટલથી થોડુંક વધારે હશે.
વજન વધવાના કારણે હવે તેને જીએસએલવીથી લોન્ચિંગ નહીં કરી શકાય. તેના માટે જીએસએલવી-મેક-૩માં ફેરફાર કરવામાં આવ્યા છે. તે જીએસએલવી-મેક-૩-એમ૧ તરીકે ઓળખાશે. ચંદ્રયાન-૨ પહેલા આ વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું આયોજન હતું. સિવને જણાવ્યું કે આ દુનિયાનું પહેલું મિશન હશે, જે ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક પહોંચશે.
ગગનયાનથી મોકલનારા અંતરિક્ષ યાત્રીઓને લગભગ ત્રણ વર્ષ પ્રશિક્ષણ આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી પણ જલ્દી કરવામાં આવશે. તેમાં એરફોર્સના પાયલટ્‌સને પ્રાથમિકતા આપવામાં આવશે. અંતરિક્ષમાં પાંચ-સાત દિવસ રહ્યા પછી અંતરિક્ષયાત્રીઓ ધરતી પર પાછા આવશે. યાનને નક્કી કરેલી કક્ષામાં પહોંચવામાં ૧૬ મિનિટ અને ધરતી પર પાછા આવવામાં ૩૬ મિનિટ લાગશે. ગગનયાન પર આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ કોઇપણ આંતરાષ્ટ્રીય માનવ મિશનની સરખામણીએ ઘણો ઓછો હશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY