નર્મદા જિલ્લામાં મહિલા આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયાઃ કુલ ૬૬૨ જેટલી મહિલાઓએ આ કેમ્પનો લીધેલો લાભ

0
29

રાજપીપળા જનરલ હોોોસ્પિટલ સહિત ગરૂડેશ્વર અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ડેડીયાપાડા, સાગબારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયા

રાજપીપળા: રાજ્યવ્યાપી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે ૫મી ઓગષ્ટને રવિવારના રોજ નર્મદા જિલ્‍લામાં રાજપીપળા જનરલ હોસ્પિટલ સહિત ગરૂડેશ્વર અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રો અને ડેડીયાપાડા, સાગબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન અને મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારી કે.પી. પટેલ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર આર.આર.ભાભોર, અધિક જિલ્‍લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિતની સાથે સમગ્ર જિલ્લાની મહિલાને આરોગ્ય સેવાનો લાભ મળે તેવા હેતુસર આજે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પમાં ડૉ. સુમન, ડૉ. રાકેશભાઇ પટેલ, ડૉ. હર્ષલ શાહ, ડૉ. મનિષાબેન વસાવા, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ વગેરેએ સેવા આપી કેમ્પને સફળ બનાવ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY