મહિલા ને ડાકણ કહેનાર સાથે બોલાચાલી થતા હુમલો એક ને ઇજા

0
8

નર્મદા જિાના અંતરિયાળ ગામોમાં હજુ પણ ડાકણના વહેે વારંવાર ઝગડા થવા છતાં આદિવાસી વિસ્તારો માં આવી ઘણી અન્ધ શ્રદ્ધા દૂર થતી નથી

રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના કણજી ગામ માં રહેતા મક્તાભાઈ રતાભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમનાજ ગામનો ભયજી જીણાભાઇ વસાવા નામનો વ્યક્તિ ત્રણેક વર્ષ પેહલા બીમાર થયેલ ત્યારે તેની બીમારી નું કારણ તેને ગ્રામજનો ને એ જાણવેલ કે ફરિયાદી મક્તા ની પત્ની રૂપલીબેન ડાકણ હોય તેને મેલી વિદ્યા થી બીમાર ( ગાંડો ) કર્યો છે તેમ લોકોને કહી રૂપલીબેન ને બદનામ કરતા અવાર નવાર એ લોકો ના ઝગડા થતા હતા જેથી ભયજી વસાવા નો ભત્રીજો માકતીયા રામજી વસાવા ફરિયાદી ને મળતા તેને એને કહ્યું કે તમે કેમ મારી પત્ની ને ડાકણ કહી બદનામ કરો છો…? જો મારી પત્ની ડાકણ હોય તો કોઈ ભુવા પાસે જઈ આપણે ખાતરી કરાવી લઈએ તેમ કેહતાંજ માકતીયા વસાવા ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગતા તેનું ઉપરાણુ લઈ બીજા લોકો પણ ત્યાં દોડી આવ્યા અને ફરિયાદી ને ઠીકાપાટુ માર મારતા હોવાથી સાહેદ સુરસીંગ વસાવા તથા રૂપલીબેન વસાવા વચ્ચે બચાવવા જતા સુરસીંગ ને લાકડી મારી ઇજા કરતા માકતા વસાવા એ ભયજી જીના વસાવા ,મકતીયા રામજી વસાવા ,જયસિંગ ભયજી વસાવા અને રાયસીંગ જીના વસાવા ચારેય રહે ,કણજી ,વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY