મહીસાગર,તા.૧૦
મહીસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા રોડ ઉપર સુવા ગામ પાસે રોડ અકસ્માત થયો હતો. પૂરપાટ દોડી આવેલી કારે છકડાને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલા સહિત છકડાચાલકનું સ્થળ પર જ પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. આ અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.
સુવા ગામ પાસે સોમવારે સવારે કાર ડિવાઇડર પર ચડીને સામેની તરફથી આવતા છકડા સાથે ધડાકાભેર અથડાઇ હતી. બંને વચ્ચે થયેલી ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીજા કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થતાં લુણાવાડા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સ્ટેશનની એક ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




