પુણે,તા.૧૩
પોતાના મોબાઇલ ફોન પર પાકિસ્તાની ટીવી સિરિયલ માણી રહેલી પત્નીનો જમણા હાથનો અંગુઠો ગુસ્સે થયેલા પતિએ કાપી નાખ્યાની એક ઘટના પૂણેમાં બની હતી.
સેલ્સબરી પાર્ક પોલીસે જણાવ્યા મુજબ પતિ આસિફ સત્તારે એક કરતાં વધુ વખત પત્નીને પાકિસ્તાની સિરિયલ જાવાની ના પાડી હતી. પરંતુ પત્ની પોતાની જિદ પર અડગ રહેતાં આસિફ ગુસ્સે થયો હતો. શહેરની સડકો પર હો‹ડગ્સ લગાવવાનું કામ કરતો આસિફ ઓછી આવકવાળા લોકો રહે એ વિસ્તારમાં રહે છે.
આસિફની પત્નીએ પુત્રને દૂધ લેવા મોકલ્યો હતો પરંતુ પુત્ર જે દૂધની થેલી લાવ્યો એને નુકસાની પહોંચી હોવાથી એ પુત્રને ઠપકો આપી રહી હતી. એ સમયે આસિફે પુત્રનો બચાવ કર્યો હતો. પત્ની નારાજ થઇને બેડરૂમમાં ચાલી ગઇ હતી. આસિફ એની પાછળ બેડરૂમમાં ગયો ત્યારે જોયું કે પત્ની પાકિસ્તાની નાટક મોબાઇલ ફોન પર જોઇ રહી છે. આસિફ ગુસ્સે થયો અને પત્નીના જમણા હાથનો અંગુઠો કાપી નાખ્યો. પત્નીની ચીસો સાંભળીને પાડોશી દોડતાં આવ્યા હતા અને એને હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. સ્વારગેટ પોલીસે પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો લગાડીને આસિફની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



