મહિસાગર નદીમાં ૧૫ વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી, એકનું મોત,૧૪નો બચાવ

0
142

મહીસાગર,
તા.૨૪/૦૩/૨૦૧૮

ખેડા જીલ્લામાં આવેલ મહિસાગર નદીમાં સ્કુલ વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડુબવાની ઘટના સામે આવી છે. હોડીમાં લગભગ ૧૫ વિદ્યાર્થીઓ હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે ૧૪ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે.

મલતી માહિતી મુજબ, એક સ્કુલના વિદ્યાર્થીઓ પાવાગઢ જઈ રહ્યા હતા, તે સમયે ડાકોર પાસે આવેલ ઠાસરાના રાયણ ગામ નજીક વિદ્યાર્થીઓ મહિસાગર નદીમાં હોડીમાં બેઠા હતા. આ સમયે હોડીની મજા લેતા લેતા અચાનક હોડી નદીમાં ડૂબી સાથે ૧૫ જેટલા વિદ્યાર્થીઓ પણ હોડી સાથે નદીમાં ડૂબ્યા. તુરંત હોડી ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી ૧૪ વિદ્યાર્થીઓને બચાવી લીધા છે, પરંતુ એક વિદ્યાર્થીનું પાણી પી જવાથી મોત નિપજ્યું છે.

ઢાસરાના રાયણા ગામ પાસે મહિસાનગર નદીમાં હોડી ડૂબવાની જાણ પોલીસને થતાં પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ૧૪ વિદ્યાર્થીઓને તત્કાલિન સારવાર માટે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ પામનાર વિદ્યાર્થિને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY