ડાકોરના ઠાકોરના દર્શનાર્થે શ્રધ્ધાિળુઓનો જન સૈલાબ ઉમટ્યો

0
55

જિલ્લા માહિતી કચેરી, નડિયાદ:
ડાકોરમાં ફાગણી પુનમના દર્શનનું અનેરૂ મહત્વ છે. આ દિવસે દર્શનનો લાભ લેવા ગુજરાતના ગામે ગામથી શ્રધ્ધાળુઓ તથા પદયાત્રીઓ લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પુનમના દિવસે સવારના જિલ્લા વહિવટી તંત્ર દ્ધારા મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારના ૪.૧૫ કલાકની મંગળા આરતીના દર્શનથી દર્શનની શરૂઆત થતા રાજા રણછોડના ગગનભેદી નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. અબાલ વૃધ્ધા સૌએ ઠાકોરના દર્શન કરી ધન્યાતા અનુભવી હતી.
ગુજરાતના ગામે ગામથી આવતા પદયાત્રાળુઓની સુખ સુવિધા અને જરૂરીયાતો પુરી પાડવા જિલ્લા્ વહીવટી તંત્ર દ્ધારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓના ઘસારાને કંટ્રોલ કરવા અને દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે માટેની વ્યરવસ્થાં કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે પણ સુદઢ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના વહીવટી તંત્ર દ્ધારા પણ શ્રધ્ધાળુઓની સવલતો માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતું.
રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ દ્ધારા યાત્રાળુઓના મનોરંજન માટે ગોઠવવામાં આવેલ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સ્થાળે યાત્રાળુઓ માટે બેસવા-સુવા તથા પાણીની ઉત્તમ સગવડ જિલ્લાા વહિવટી તંત્ર દ્ધારા પુરી પાડવામાં આવી હતી અને સૌ યાત્રીકોએ મનોરંજ કાર્યક્રમને હર્ષોલ્લાભસ સાથે માણ્યો હતો.
આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલએ જણાવ્યું હતું કે, રાજા રણછોડરાય રાજયની સુખ સુવિધામાં ઉત્તરોતર વધારો કરે તેવી સૌ પ્રાર્થના કરીએ. રાજય સરકાર વિકાસની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કારના જતન અને વિકાસ માટે પણ કટિબધ્ધ છે. રાજયના પવિત્ર સ્થથળોનો વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્ધારા વિકાસ થઇ રહયો છે.
આ પ્રસંગે જિલ્લા. વિકાસ અધિકારી સુધિર પટેલએ સૌ યાત્રાળુઓને આવકાર્યા હતા અને યાત્રાળુઓએ ભાવસભર રંગારંગ કાર્યક્રમ માણ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY