હાર્દિક પટેલનો નીતિશ કુમારના ગઢમાં હૂંકાર જેને જે કરવું હોય તે કરી લે

0
14

પટના,તા.૩૦
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે પટનામાં પ્રમુખ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.
એક સમય હતો જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે નીતિશ કુમારે હાર્દિક પટેલને સમર્થન કર્યું હતું. જ્યારે હવે હાર્દિકે નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું.
હાર્દિક પટેલે નીતિશ કુમારના સૌથી મોટી વોટબેંક કુર્મી સમાજને લઇને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. પટનામાં પટેલ જાગૃતતા સમ્મેલનમાં સંબોધન વખતે હાર્દિક પટેલે નીતિશ કુમારની સરકાર પર આરોપ લગાવ્યો કે, તેમણે લોકોને તેમની રેલીમાં આવતા રોક્યાં. તેમણે કહ્યું, મારી રેલીમાં આવતાં ગાડીઓને રોકવામાં આવી છે.
શહેર બહાર નાકાબંધી કરવામાં આવી છે. તેમ છતાં તમારો આભાર. તેમણે કહ્યુ કે, તમારો આવાઝ તેના સુધી પહોંચવી જાઇએ જે આપણાં છે પરંતું આપણી સાથે નથી.
આ તકે પોતાના સંબોધનમાં વિવિધ મુદ્દે નિશાન સાધ્યુ હતું તેમજ હાર્દિક પટેલે કહ્યુ કે, હું કોઇનો વિરોધ કરવા નથી આવ્યો, હું જાણું છું કે, હવે મારી વાતો સાંભળવામાં નહી આવે. અમે બંન્ને સાથે ચાલ્યા હતાં, રસ્તો તેમણે બદલ્યો તેમાં અમે શું કરીએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY