માહોબ,તા.૩૦
લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ઇવીએમ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. અહીં પનવાડી બ્લોકમાં નૌગામ ફદનાના બૂથ નંબર ૧૨૭નું ઇવીએમ ગાયબ થઈ ગયું. બૂથ અધિકારી સહિત મતદાન સ્થળ પર હાજર તમામ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાદમાં બીજા દિવસ એટલે કે મંગળવારે સવારે ૫ વાગ્યે ઇવીએમ બૂથની નજીક રસ્તા પરથી નધણિયાત હાલતમાં મળી આવ્યું છે.
જિલ્લામાં સોમવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યુ સુધી સંપન્ન થયેલા મતદાન બાદ રાજકીય પોલિટેકનિટ કોલેજ સ્થિત સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીનો મુકવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જાણ થઈ હતી કે, નૌગાંવ ફદનાના બૂથ નંબર ૧૨૭નું ઇવીએમ ગાયબ છે. આથી, જિલ્લા નિર્વાચન અધિકારી સહિત પોલીસ અધિકારીઓએ પણ ઇવીએમની શોધખોળ હાથ ધરી હતી.
આ ઘટનાને પગલે તમામ મોટા અધિકારીઓ ગામમાં પહોંચી ગયા હતા. બૂથ પર ફરજ બજાવી રહેલા મતદાન અધિકારી પ્રથમ શરદ નગાયચ, દ્વિતિય મતદાન અધિકારી રજિયા બેગમ, તૃતિય મતદાન અધિકારી અમરેન્દ્ર કુમાર, બૂથ અધિકારી કમલેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



