‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’નું ‘હુકઅપ’ સોંગ રિલીઝ

0
7

મુંબઈ,તા.૩૦
‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ૨’ના મેકર્સે થોડા સમય પહેલા જ ફિલ્મના એક સોંગ ‘હુકઅપ’નું ટીઝર ફેન્સ સાથે શેર કર્યુ હતું. તેના પછીથી જ ફેન્સ આ સોંગના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ સોંગમાં આલિયા ભટ્ટ હોવાના કારણે ફેન્સ વધુ એક્સાઇટેડ હતા. જ્યારે હવે આ હુકઅપ’ સોંગ રિલીઝ થઈ ગયું છે.
આ સોંગમાં ‘સ્ટુડન્ટ’ ટાઇગર શ્રોફ અને ‘એક્સ સ્ટુડન્ટ’ આલિયા ભટ્ટનો જોરદાર રોમાન્સ જોવા મળી રહ્યો છે. ગીતમાં ટાઇગર અને આલિયાના જબરદસ્ત ડાન્સ મૂવ પણ જોવા મળી રહ્યા છે. આ સોંગમાં આલિયા ભટ્ટ ખૂબજ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. જ્યારે ટાઇગર શ્રોફ પણ ટોન્ડ બોડીમાં જોવાઈ રહ્યો છે. આ ગીતનું સંગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે અને આ ગીતને નેહા કક્કડ અને શેખર રવજિયાનીએ ગાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY