માઇક્રો ડેટા સહિત સાત પરિબળો શેરબજારની દિશા નક્કી કરી શકે

0
9

મુંબઇ, તા.૩૦
શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં પ્રવાહી Âસ્થતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એકબાજુ વૈશ્વિક વેપાર તંગદિલી અને બીજી બાજુ વર્તમાન ખાતાકીય ખાધમાં વધારાના લીધે શેરબજારમાં ઉદાસીન કારોબાર રહી શકે છે. સાત પરિબળો દલાલસ્ટ્રીટમાં બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરી શકે છે. લિÂક્વડીટી કટોકટીને લઇને ચિંતા વચ્ચે સતત ચોથા સપ્તાહમાં શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઘટાડો રહ્યો હતો. કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે પણ શંકા પ્રવર્તી રહી છે. રૂપિયામાં Âસ્થરતા ઓછી થઇ છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નવેસરથી રેટમાં વધારા કરવામાં આવ્યા બાદ આ તમામ પરિબળોની અસર આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન જાવા મળી શકે છે. ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની Âસ્થતિ સૌથી ખરાબ રહી છે. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો થતાં સતત પાંચમાં સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન રજાઓનો માહોલ પણ રહી શકે છે. એકબાજુ બીજી તારીખ ગાંધી જ્યંતિ પ્રસંગે રજા રહેશે. આરબીઆઈની પોલિસી પણ જાહેર કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિના માટે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા આવતીકાલે જારી કરવામાં આવનાર છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ઓગસ્ટ મહિનામાં ઉદાસીન રહી હતી તે પહેલા તેમાં તેજી જાવા મળી હતી. ઇÂન્ડયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં ઓગસ્ટ મહિનામાં ૫૧.૭નો આંકડો રહ્યો હતો જ્યારે જુલાઈ મહિનામાં આ આંકડો ૫૨.૩નો રહ્યો હતો. સર્વિસ પીએમઆઈના આંકડા ગુરુવારના દિવસે જારી કરાશે. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જાવા મળી હતી. ઓટો કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં જ તેમના સપ્ટેમ્બર વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનાના આંકડાને લઇને બજાર નિષ્ણાતો ગણતરી લગાવી રહ્યા છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ વખતે વેચાણના આંકડામાં હવે સુધારાનો દોર શરૂ થશે. કેરળમાં પુરના લીધે અર્થતંત્રને નુકસાન થયું છે. બીજી બાજુ ચીન, જાપાન, અમેરિકા અને બ્રિટન તથા યુરો ઝોન દ્વારા આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર મહિના માટેના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડામાં સુધારો થઇ શકે છે. સપ્ટેમ્બર મહિના માટે જાપાનના કન્ઝ્યુમર કોÂન્ફડેન્સના ડેટા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે અમેરિકા દ્વારા સપ્ટેમ્બર મહિના માટેના બેરોજગારીના ડેટા જારી કરવામાં આવનાર છે. આ તમામ આંકડાઓ વૈશ્વિક પરિબલોની સાથે સાથે બજાર ઉપર અસર કરી શકે છે. સરકાર દ્વારા સ્થાનિક કરન્સીના અવમુલ્યનને રોકવા માટે હાલમાં પગલા લેવાયા છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર મક્કમ દેખાઈ રહી છે. જા કે, આ પગલા હજુ સુધી અપેક્ષા મુજબ સફળ રહ્યા નથી. સ્થાનિક કંપનીઓ દ્વારા આ સપ્તાહથી જ તેમની બીજી ત્રિમાસિક કમાણીના રિપોર્ટ જારી કરવામાં આવનાર છે. કેપી એનર્જી દ્વારા બુધવારના દિવસે કમાણીના આંકડા જારી કરાશે. શુક્રવારે ગોવા કાર્બન દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવશે. છેલ્લા શુક્રવારના દિવસે શેરબજારમાં ઉથલપાથલનો દોર રહ્યો હતો અને સેંસેક્સમાં ૬૧૪ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ગયો હતો.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY