વડોદરામાં ૧૦૦ વર્ષ જૂનુ મકાન ધરાશાયી : એકનું મોત,પાંચ ઘાયલ

0
77

વડોદરા,તા.૧૧
વડોદરા શહેરના માંડવી -ચોખંડી રોડ પર આવેલ જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું છે. આ ઘટનામાં એક વ્યÂક્તનું મોત નિપજ્યું હતું, જ્યારે ૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.
આ ઘટનામાં ૧.૫ કલાકની ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢાયા હતા, આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડે તમામ સભ્યોને રેસ્ક્્યુ કરી બચાવ્યા હતા. આ ઘટનામાં ફાયરબ્રિગેડે ૯ માસની એક બાળકીને પણ ભારે જહેમત બાદ બચાવી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિકોના કહેવા પ્રમાણે રાતે દોઢ વાગ્યાની આસપાસ ડીજે વાગતા આ ઘરમાં ઘ્રુજારી થઇ હતી. ત્યાર બાદ આ ઘર ધરાશયી થયું હતું. નોંધનીય છે કે આ મકાન ૧૦૦ વર્ષ જૂનું મકાન હતું. મકાનમાં ૬ સભ્યો રહેતાં હતાં. જેમાં ૯ મહિનાની બાળકી હતી જેને બચાવી લેવામાં આવી છે.
બાકીના સભ્યોમાંથી ૧ જણનું મકાનના કાટમાળમાં દબાતા મોત નીપજ્યું છે. જ્યારે બીજા લોકોમાંથી એક છોકરીને ગંભીર ઇજા થઇ છે અને બીજાને સામાન્ય ઇજા થઇ છે. હાલ આ લોકોને એસએસજીમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY