હળવદમાં આજે બપોરે તોફાની પવન સાથે હળવું વરસાદી ઝાપટું

0
36

હળવદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં રવિ પાકોમાં નુકશાનની ભીતિ ખેડૂતોમાં નિરાશા.

ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગના મંડપ ઉડ્યા લોકોને મુશ્કેલીઓ ગાજવીજ સાથે વરસાદ વરસાદ થી જીરું ના પાક ને મોટા પ્રમાણ માં નુક્શાન થશે.

હળવદ પંથકમાં ભરશિયાળે થોડા સમયે પૂર્વે જ માવઠું થયા બાદ આજે ફરીથી હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં બપોરે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો જોકે વરસાદનું એક ઝાપટું વરસ્યા બાદ બંધ થયો હતો
ભર શિયાળે વરસાદી માવઠું હવે લોકો માટે આશ્ચર્યજનક રહ્યું નથી થોડા સમયે પૂર્વે જ વરસાદી માવઠા જોવા મળ્યા હતા તો આજે ફરીથી એવી જ સ્થિતિ સર્જાઈ હતી સવારથી હવામાનમાં પલટો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે તોફાની પવન ફૂંકાયો હતો અને ધુલિયા નગર હળવદ માં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને બાદમાં વરસાદી ઝાપટું વરસી પડ્યું હતું માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વારંવાર થતા માવઠા અને હવામાનમાં બદલાવને કારણે રવિપાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY