સુરત,
તા.૫/૫/૨૦૧૮
સુરત શહેરના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે એક મિલમાં બોઇલર ફાટી જતા દીવાલ તૂટી પડી છે. જેમાં એક કર્મચારીનું મોત થયું છે. જ્યારે બાકીના ત્રણ કર્ચચારીઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ઉધના રોડ નંબર – ૬ પર આવેલા રેમ્બો કોર્ટ મિલમાં બની છે. જ્યાં મોડી અશ્વિન નારાયણ મેવાડા, ધર્મેશ યાદવ, તારા બાબુ અને અશોક સહિતના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. દરમિયાન એકાએક બોઇલર ફાટી ગયું હતું,
જેમાં બોઇલર પાસેની દીવાલ તૂટી પડી હતી અને આ દીવાલ નીચે અશ્ચિન, ધર્મેશ,તારા અને અશોક દબાઇ ગયા હતા. જેની આસપાસના કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા. એટલું જ નહીં, ફાયર બ્રિગ્રેડ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ અશ્વિનને ગંભીર ઈજા પહોંચતા તેણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બીજી તરફ ઘટનાની જાણ ઉધના પોલીસ ને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તેમણે અક્સમાત નોંધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"