મુંબઈ,તા.૬
સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદનને બે સગી બહેનોનાં પાત્રમાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘પટાખા’નું એક આઈટમ સોંગ આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
આ ગીત મલઈકા અરોરા પર ફિલ્માવાયું છે. ગીતમાં કાળા રંગનાં ઘાઘરા-ચોલી પહેરેલી મલઈકાએ સરસ સેક્સી મૂવ્ઝ બતાવ્યાં છે. મલઈકાને રૂપેરી પડદા પર જાવા માટે એનાં ચાહકો ઘણા વખતથી આતુર હતાં. અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલઈકાએ પડદા પર ધમાકેદાર પુનઃ એન્ટ્રી કરી છે.
‘હેલ્લો હેલ્લો’ શબ્દોવાળું આ ગીત વિશાલ ભારદ્વાજે સંગીતબદ્ધ કર્યું છે અને રેખા ભારદ્વાજે સ્વરબદ્ધ કર્યું છે. ગીત ગુલઝારે લખ્યું છે.
વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સુનીલ ગ્રોવરની પણ મહત્વની ભૂમિકા છે. ‘પટાખા’ ફિલ્મ ૨૮ સપ્ટેંબરે રિલીઝ થવાની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)ઋલિજ
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



