સિરિઝ હાર્યા છતાં કોચ શાસ્ત્રીનો દાવો, વિરાટ સેના સર્વશ્રેષ્ઠ ટીમ

0
8

લંડન,તા.૬
ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઓવલમાં પાંચની ટેસ્ટ શરૂ થતાં પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે સિરિઝ હારી ગઇ છે તેમ થતાં તે સ્વશ્રેષ્ઠ ભારતીય ટીમ છે. રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમનો બચાવ કરતાંકહ્યું કે આ ટીમે તે મુકા હાંસેલ કર્યો છે જે અગાઉ કોઇપણ હાંસેલ નથી કરી શુકયું
પ્રેસ કોન્ફ્રેન્સમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે આ સિરિઝ ભલે ૩-૧થી ઇંગ્લેન્ડે જીતી લીધી છે પરંતુ અમારી પાસે પૂરતી તક હતી કે અમે આ સિરિઝ ૩-૧થી જીતીએ અથવા તો ૨-૨થી સરભર કરીએ. સમગ્ર ટીમને સીરીઝના આ પરિણામથી દુખ પહોંચ્યુ છે કારણ કે તેઓ જાણે છે કે તેમની પાસે આ સિરિઝ જીતવાની સોનેરી તક હતી.
રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે આ ટીમે શીખવું પડશે કે મેચને કેવી રીતે ફિનિશ કરવી કારણ કે મેચ અનેકવાર આપણા પક્ષમાં હોવા છતાં આપણે તેને યોગ્ય રીતે ફિનિશ નથી કરી શકતાં. તેના માટે તમારે માનસિક રીતે મજબૂત થવુ પડશે.
ટીમની સિદ્ધીઓ વિશે વાત કરતાં કોચે કહ્યું, હું ગત ત્રણ વર્ષનો રેકોર્ડ જાઉ તો ટીમે આ સમયગાળા દરમિયાન વિદેશી ધરતી પર ૯ ટેસ્ટમાં વિજય મેળવ્યો છે અને ત્રણ સિરિઝ જીતી છે. મને નથી લાગતું કે ગત ૧૫થી ૨૦ વર્ષમાં કોઇ ભારતીય ટીમે આવું પ્રદર્શન કર્યુ હોય. જા કે તે સમયે ભારતના અનેક ખેલાડીઓ રમ્યા છે.
ભારતીય કોચે વધુમાં જણાવ્યું કે અમે વચન આપીએ છીએ કે અમે સારુ પરિણામ મેળવીશું અને માનસિક રૂપે વધુ મજબૂત બનીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY