મંદિરનું કામ શરુ થાય તો પાંચ વર્ષમાં પૂરુ થઇ જશે
પ્રયાગરાજ,તા.૧૮
પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી સરકારને અયોધ્યામાં રામ મંદિર પર નવો સંદેશ મોકલ્યો છે. સંઘના સહ-સરકાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ ૨૦૨૫મા થશે. આને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર માટે એક કટાક્ષ ભર્યો સિગ્નલ માનવામાં આવી રહ્યો છે. જો કે તેમણે કહ્યું કે ૨૦૨૫ સુધીમાં મંદિર નિર્માણ પૂરું થવું જાઇએ, આ તેમની ઇચ્છા છે. આ બધાની વચ્ચે આજે કુંભમાં સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદની રામ મંદિરના મુદ્દા પર મોટી બેઠક ચાલી રહી છે. સંઘની તરફથી તેમાં સહ-સરકાર્યવાહ ભૈયાજી જોશી સામેલ છે.
ભૈયાજી જાશી એ કહ્યું કે મંદિર બને એ અમારી ઇચ્છા છે, ૨૦૨૫ સુધીમાં પૂરું થવું જોઇએ. આ અમારી ઇચ્છા છે. હવે સરકારે કરવાનું છે. તેમણે કહ્યું કે જો આજે મંદિરનું બાંધકામ શરૂ થાય છે તો ૫ વર્ષ સુધીમાં પૂરું થઇ જશે.
આની પહેલાં ભૈયાજી જાશીએ પ્રયાગરાજમાં કહ્યું કે ૧૯૫૨મા સોમનાથ મંદિરની સ્થાપનાની સાથે દેશ ગતિથી આગળ વધ્યો, ૨૦૨૫મા રામ જન્મભૂમિની ઉપર મંદિર બન્યા બાદ ફરી આ દિશાને વધુ ગતિ પ્રાપ્ત થવાની છે. રામમંદિર રાષ્ટ્રની ચેતનાનું કેન્દ્ર છે. કરોડો કરોડ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, વિશ્વાસનું કેન્દ્ર છે મંદિર તો હજારો છે અને આ અયોધ્યાના મંદિર નિર્માણ બાદ દેશ આગળ ૧૫૦ વર્ષ માટે મૂડી પ્રાપ્ત કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




