મેલબર્ન,તા.૧૯
ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં ૮૦ વર્ષની સૌથી ભીષણ ગરમી પડી રહી છે. એક તરફ જ્યાં વિશ્વના અનેક દેશોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યાં ઓસ્ટ્રેલિયા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. અહીંનું તાપમાન ૫૦ ડિગ્રી સે.એ પહોંચી ગયું છે. છેલ્લાં છ દિવસથી અહીં ૪૦ ડિગ્રી સે. તાપમાન હતું. જેના કારણે ડામરની સડકો પીઘળી રહી છે અને પ્રાણીઓના મોત થઇ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયામાં જંગલોમાં આગ લાગવાના પણ બનાવો બની રહ્યા છે. હજારો ઓસ્ટ્રેલિયન્સ મોટી સંખ્યામાં સિડનીના મોન્ડી બીચ પહોંચી ગયા છે.
ઓસ્ટ્રેલિયાના અમુક ટાઉનમાં ગરમીનો પારો ૫૦એ પહોંચી ગયો છે. અહીં રેકોર્ડ-બ્રેકિંગ હિટવેવ નોંધવામાં આવી છે. નૂના ટાઉન, સાઉથ વેલ્સમાં રાતોરાત તાપમાન ૯૬.૬હ્લએ પહોંચી ગયું હતું. જે ઓસ્ટ્રેલિયાનો અત્યાર સુધીનો હાઇએસ્ટ રેકોર્ડ છે.
સેન્ટ્રલ સીડનીમાં સતત પાંચ દિવસથી ૮૬હ્લ તાપમાન છે, જે છેલ્લાં આઠ વર્ષોમાં સૌથી હાઇએસ્ટ ગણાય છે. આ ઉપરાંત કેનબેરામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. ડામરના રોડ પીગળી ગયા અને પ્રાણીઓના ગરમીના કારણે મોટી સંખ્યામાં મોત થઇ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં અંદાજિત ૬૦ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા છે.
ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળોએ તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચી ગયું છે. ગરમ હવાના કારણે અહીં ઓઝોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને તડકાંમાં બહાર નિકળવાની મનાઇ કરી છે.
મંત્રાલયે લોકોને ચેતવણી આપતા કહ્યું કે, ગરમ હવા અને તાપના કારણે ઓઝોન વાયુનું સ્તર વધશે, જેનાથી અનેક પરેશાનીઓ પણ વધી શકે છે. અહીં તાપમાને પહેલેથી જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




