મેલબર્ન,તા.૧૯
એમએસ ધોની તેમની ધમાકેદાર બેટિંગ ઉપરાંત મજાક મસ્તી માટે પણ ખૂબ જ જાણીતા છે.ટીમ ઈન્ડિયાને શુક્રવારે ત્રીજી વનડે મેચ જીતાડીને ધોની ખૂબ જ ખુશ જણાતા હતા. પુરસ્કાર લેતા પહેલાં ધોનીના હાથમાં મેચનો બાલ હતો.
આ સમયે તે્ઓ પોતાના સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે હાથ મેળવી રહ્યાં હતા.આ સમયે જ ટીમનના બૅટિંગ કાચ સંજય બાંગર તેમની નજીક આવ્યા તો ધોનીએ તેમને બોલ આપતા કહ્યું , ‘બોલ લઈ લો નહીંતર લોકો કહેશે રિટાયર થઈ રહ્યો છુ’
ખાસ વાત એ છે કે જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યારબાદ ધોનીએ અમ્પાયરના હાથમાંથી બાલ લઈ લીધો હતો જેના કારણે લોકો એવી અટકળો લગાડી રહ્યા હતા કે ધોની રિટાયર થશે. આ સીરિઝમાં ધોનીએ શાનદાર દેખાવ કર્યો. લોકોને એવું લાગી રહ્યું હતું કે ધોની કોઈ મોટો નિર્ણય લેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






