કુઆલાલામ્પુર,તા.૩૧
આજથી ચાર વર્ષ પહેલાં મલેશિયન એરલાઇન્સનું વિમાન ૭૦ ગુમ થયાનો ઇન્વેસ્ટિગેશન ટીમે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. ૨૩૯ લોકો સાથે સવાર વિમાનના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બોઇંગ-૭૭૭ વિમાનના કંટ્રોલ સાથે જાણીજાઇને ચેડાં કરાયા હતા અને ચોક્કસ રૂટથી અલગ લઇ જવાયું હતું. જા કે, રિપોર્ટમાં આ પ્રકારના ચેડાં પાછળ કોણ જવાબદાર છે તે અંગે ખુલાસો કરાયો નથી.
રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે મલેશિયા અને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, આખરે બોઇંગ-૭૭૭ની દિશા કેમ બદલવામાં આવી અને તેને નક્કી કરેલા રૂટથી હજારો માઇલ દૂર ખોટાં રસ્તે કેમ લઇ જવામાં આવ્યું. નિષ્ણાતોનું માનવું છે કે, કોઇએ બોઈંગ ૭૦નો રૂટ બદલીને હિંદ મહાસાગર તરફ કરતાં પહેલાં જાણીજાઇને ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધું હતું. બોઈંગ ૭૦ સાથે અંતિમ સંપર્ક એ સમયે થયો હતો જ્યારે વિમાનના કેપ્ટન જહારી અહમદ શાહે મલેશિયા મલેશિયન એરસ્પેસ છોડતાં પહેલાં ‘ગુડ નાઇટ, મલેશિયન ૩૭૦ કહ્યં હતું’
૮મી માર્ચ ૨૦૧૪ના રોજ કુઆલાલંપુરથી પેઇચિંગ જઇ રહેલું આ વિમાન ગાયબ થઇ ગયું હતું. વિમાનમાં ૨૩૯ લોકો સવાર હતા. આ વિશ્વમાં એવિએશનનો અત્યાર સુધીનો સૌથી મોટો કોયડો છે.
ગૂમ થયેલા વિમાનની શોધખોળ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા હતા અને તેના ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




