હું મોદીનો ફેન, બાકીની જીંદગી તેમના નામેઃ અમરસિંહ

0
7

લખનૌ,તા.૩૧
રાજ્યસભા સાંસદ અમર સિંહને પોતાના નિવેદનોથી સમાચારોમાં રહેતા આવડે છે. સમાજવાદી પાર્ટીના નેતા રહી ચુકેલા અને મુલાયમ સિંહના કહેવાતા મિત્ર અમર સિંહ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ચર્ચામાં છે. સિંહે કહ્યું છે કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગત રીતે ઘણાં પસંદ કરૂં છું. તેમનામાં ગજબની નેતૃત્વ ક્ષમતા છે. મારી આગળની જીંદગી તેમના નામે છે.’ તેમના આવા નિવેદનથી ચર્ચા થઇ રહી છે કે હવે તે થોડા સમયમાં બીજેપીમાં જાડાઇ શકે છે. જાકે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે મારો હાલ બીજેપીમાં જાડાવવાનો કોઇ ઇરાદો નથી.
અમરસિંહે પીએમની સાથે સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રસંશા કરી છે. તેમણે પીએમ મોદી અને સીએમ યોગી ને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને માયાવતી કરતા સારા જણાવ્યાં છે. તેમણે તે પણ કહ્યું કે જા મારે ક્્યારેય અખિલેશ-માયાવતી અને મોદી-યોગીમાંથી કોઇની પસંદગી કરવાની હોય તો હું મોદી-યોગીની કરીશ.
પીએમ મોદીએ રવિવારે લખનઉમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, ‘ અમે ઉદ્યોગપતિઓ સાથે તસવીર પડાવતાં ડરતા નથી. તેમણે કોંગ્રેસને કટાક્ષમાં કહ્યું હતું કે, જે પડદા પાછળ વેપારીઓ સાથે મળે છે, સામે નથી મળતા તેમનો કાચો ચિઠ્ઠો ઠે અમરની પાસે.’ નોંધનીય છે કે તે સભામાં અમર સિંહ પણ બેઠા હતાં.
એક ઇન્ટરવ્યૂમાં અમર સિંહે કહ્યું હતું કે, ‘હું એક સામાન્ય મતદાતાની જેમ વિચારૂં છું. હું વડાપ્રધાન મોદીને દેશને આગળ લઇ જવાના સૌથી સારી તક તરીકે જાઉ છું. હું સપાથી બરતરફ કરેલો નેતા છું. આખા દેશ અને રાજનીતિમાં તે તથ્ય બધા જાણે છે કે મોદીના વ્યક્તિત્વ અને તેમના કામની સરખામણી બધા લોકો મળીને પણ નથી કરી શકતાં.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY