ફૂલેકાબાજ માલ્યા માટે આર્થર રોડ જેલની બેરક નં-૧૨ની કાયાપલટ કરાઈ

0
189

મુંબઈ,તા.૩૦
આ મહિનાના મોટાભાગના દિવસ મુંબઇની આર્થર રોડ જેલની બેરક નંબર ૧૨ની કાયાપલટ કરવામાં આવી રહી છે. બેરકના ટાઇલ્સ અને ફલોર બદલવામાં આવ્યા છે, બાથરૂમ પણ નવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ બધું એટલા માટે તૈયાર થઇ રહ્યુ છે કારણ કે ભાગેડું કારોબારી વિજય માલ્યા બ્રિટનથી પોતાના પ્રત્યર્પણનો વિરોધ કરતાં દેશની જેલો ખરાબ સ્થિત હોવાનો હવાલો આપ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે જો ભારત અને બ્રિટેનની વચ્ચે પ્રત્યર્પણ થાય છે તો માલ્યાને આર્થર રોડ જેલમાં રાખી શકાય છે.
માલ્યાના પ્રત્યાર્પણનો પ્રયત્ન કરી રહેલી જેલના સેલનો વીડિયો શૂટ કર્યો છે. આ ટોપ સીક્રેટ વીડિયોને વિદેશ મંત્રાલય મોકલવામાં આવ્યો છે. જેલના એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે તેઓએ બેરક નંબર ૧૨ નું કામ કર્યું છે. આ બેરકને ૨૬ ૧૧ હુમલાના દોષિત આતંકી અઝમલ કસાબને કેદ રાખવા માટે બનાવવામાં આવી હતી.
જો કે તેમને જણાવ્યું કે મને આ માટે વધારે નહીં કહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મારા કર્મચારીઓએ ત્યાં કામ કર્યું છે. અમે ફ્લોર અને ટોઇલેટને એકદમ નવું કરી દીધું છે.આ ઉપરાંત બહારના ભાગ પર પણ રંગરોગાણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે માલ્યાના વકીલોએ લંડનની કોર્ટમાં દલીલ કરી હતી કે આર્થર રોડ જેલમાં નેચરલ લાઇટની વ્યવસ્થા નથી. સૂર્યની રોશનીને રિફ્લેક્ટ કરવા માટે સેલમાં એક કાળી દિવાલ પેન્ટ કરવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY